Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

એકસપ્‍લોઝીવ એકટ હેઠળના ગુન્‍હામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૧૩ : વિંછીયાના ઓરી ગામે કુવો ગાળવા માટે મગાવેટ ટોટા અને કેપ ખેતરમાં ભોગબનનારના હાથમાં રહેલ થેલી માજ ધડાકો થતા ઇજા થયેલ અને આરોપી ઉપર એકસપ્‍લોઝીવ એકટ હેઠળ ગુન્‍હો નોંધાયેલ જે ગુન્‍હામાં આરોપીનો જામીન પર છુટકારો રાજકોટની સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપી વનરાજભાઇ હેમુભાઇ વાલાણીએ કુવો ગાળવા માટે વિસ્‍ફોટક પદાર્થ ટોટા નંગ ૨૦૦ તથા અને કેપ નંગ ૨૦૦ આરોપી વિપુલભાઇ રણછોડભાઇ ઘોડકીયાનો કોન્‍ટેકટ કરેલ જેથી આ વિપુલભાઇએ રણછોડભાઇ પોપટભાઇ ઘોડકીયાનો કોન્‍ટેક કરી આરોપી વનરાજભાઇ હેમુભાઇ વાલાણીને ટોટા અને કેપ ગોડાઉનમાંથી કાઢી આપેલ જેથી આરોપીઓએ લાયસન્‍સના ન્‍યિમોનું પાલન ના કરી આ ટોટા અને કેપ એક સાથે જુવારના ઓઘામા રાખેલ હોય જે આ કામે ઇજા પામનારને આ વિસ્‍ફોટકની ગંભીરતા, જાળવણી, ઉપયોગ સંબંધે કોઇ પણ પ્રકારનું માર્ગદર્શન નહીં આપી ટોટા અને કેપ એક જ થેલીમાં સાથે રાખેલ અને ઇજા પામનાર સાથે આરોપી વનરાજભાઇ હેમુભાઇ વાલાણી મંગાવતા રસ્‍તામાં ધડાકો થતા આ કામના આરોપી વનરાજભાઇ હેમુભાઇ વાલાણીના નાનાભાઇના પત્‍નિને જમણા હાથે તથા બંને સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચેલ અને દવાખાને લઇ ગયેલ જેથી આ કામે પોલીસ તમામ આરોપીઓ ઉપર આઇ.પી.સી. કલમ ૩૩૮,૨૮૬,૧૧૪ તથા એકસપ્‍લોઝીવ એકટ ૧૮૮ ની કલમ ૬ ઇ(૩)ડી મુજબ તથા લાયસન્‍સની શરતોનો ભંગ કરી એકસપ્‍લોઝીવ સબ્‍સ્‍ટેન્‍સીવી એકટની કલમ ૩,૪,૫ મુજબ ગુન્‍હો નોંધાયેલ હતો.

આ કામે તારીખ ૨/૫/૨૦૨૨ના રોજ આરોપી વનરાજભાઇ હેમુભાઇ વાલાણીની વિંછીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને અદાલતમાં રજુ કરતા આરોપીના વકીલ મારફત જામીન અરજી કરવામાં આવેલ જેમાં નીચેની અદાલતે આરોપીના જામીન નામંજૂર કરી જેલ હવાલે કરેલ અને ત્‍યારબાદ આરોપીએ સેસન્‍સ અદાલતમાં એડવોકેટ મારફત જામીન અરજી કરેલ. જે જામીન અરજીના કામે આરોપી તરફે એડવોકેટ રણજીત બી.મકવાણા દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્‍યાનમાં લઇ સેશન્‍સ કોર્ટે આ કામના આરોપી વનરાજભાઇ હેમુભાઇ વાલાણીને રેગ્‍યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી.મકવાણા, જીજ્ઞેશ એમ.સભાડ, વિંછીયાના એડવોકેટ નરેશ મકવાણા તથા ભરત ધરજીયા રોકાયેલ હતા.

(3:29 pm IST)