Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પામતેલમાં વધુ ૨૦રૂા.નો ઘટાડો

સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો પણ તૂટયા : ગત સપ્‍તાહમાં ખાદ્યતેલોમાં ૩૦ થી ૫૦ રૂા. નીકળી ગયા

રાજકોટ,તા. ૧૪ : નવા સપ્‍તાહમાં પ્રારંભે ખાદ્યતેલમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે પામતેલમાં વધુ ૨૦ રૂા. ઘટાડો થયો હતો. સાથે સાથે સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો પણ ઘટયા હતા.
મલેશીયાની પામતેલ સહિતની આવકો વધતા સ્‍થાનીક બજારમાં ખાદ્યતેલોના ભાવો સતત તૂટી રહ્યા છે. આજે પામતેલમાં વધુ ૨૦ રૂા. લૂંટયા હતા. પામતેલ લુઝના ભાવ ૧૪૪૦ રૂા. હતા તે ઘટીને આજે બપોર ૧૪૨૦રૂા. થયા હતા. પામટીનના ભાવ ર૩૧૫થી ૨૩૨૦ રૂા. હતા તે ઘટીને ૨૨૯૫ થી ૨૩૦૫ રૂા. થયા હતા. પામતેલ સાથે સીંગતેલ અને કપાસીયા તેલમાં આજે બપોર સુધીમાં ૫ રૂા. ઘટયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ઘટીને ૨૭૩૦ થી ૨૭૮૦ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ઘટીને ૨૫૯૫થી ૨૬૪૫ રૂા. થયા હતા. ગત સપ્‍તાહમાં પામતેલમાાં ૫૦ રૂા., કપાસીયા તેલમાં ૩૦ રૂા. અને સીંગતેલમાં ૪૦ રૂા. નીકળી ગયા હતા.

 

(3:28 pm IST)