Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

છેલ્લા ૭ દિ'માં શરદી - ઉધરસ - ઝાડા - ઉલ્‍ટીના ૩૮૦ દર્દી નોંધાયા

ચીકનગુનિયાનો ૧ કેસ તંત્રના ચોપડે નોંધાયોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૩૮ને નોટીસ : પાણીજન્‍ય રોગચાળાનો ફુફાડો

મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મનપાની આરોગ્‍ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્‍તારમાં દવા છંટકાવ, ફોગીગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્‍વીર.
રાજકોટ તા.૧૩: શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૩૮૦ વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના એકેય કેસ નોંધાયા છે.
આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા.૬ થી તા.૧૨ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છરજન્‍ય રોગચાળાના  ૧ કેસ
અઠવાડિયામાં મેલેરિયા, ડેન્‍ગ્‍યુ તથા   એકપણ કેસ નોંધાયો નથી. જયારે ચિકનગુનિયાનો ૧ કેસ નોંધાયો છે.
શરદી-તાવનાં ૩૮૦ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૧૧ તેમજ સામાન્‍ય તાવના  ૬૯ અને ઝાડા- ઉલ્‍ટીના કેસ ૧૧૧ સહિત કુલ ૩૮૧ દર્દીઓ નોંધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૩૮ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૯,૬૨૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૬૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૩૮ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે.(૨૧.૪૯)

 

(3:27 pm IST)