Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કોરોનામાં મૃત્‍યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલી

આપવા ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ વ્‍યસનમુકિત, ચક્ષુદાનના સંકલ્‍પ પત્રો ભરાયાઃ પુસ્‍તકો ભેટ

રાજકોટઃ વિવેકાનંદ  યુથ કલબ કોરોનાની મહામારીમાં અવસાન પામેલા શહેરના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા તેઓના આત્‍માની શાંતિ માટે ગાયત્રી પરિવાર-વૈશાલીનગરમાં સહયોગથી ભકિતનગર સર્કલમાં આવેલ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી મંત્રના નાદ સાથે સંપન્ન થયેલ.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભાં પ્રવિણભાઇ માકડીયા, ધારેશ્વર મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ વિરેન્‍દ્રસિંહજી ઝાલા, ગાયત્રી ઉપાસક ઘનશ્‍યામભાઇ ઠક્કર, દોલતભાઇ ભાતેલીયા,  રાજુભાઇ જુંજા, જયેશભાઇ જાની, ગૌતમભાઇ દવે, વિપુલભાઇ પરમાર, જૈન અગ્રણી હિતેષભાઇ મહેતા, ગિરીશસિંહ જાડેજા, પ્રતાપભાઇ જાની, કિશોરભાઇ પઢીયાર, કિશોરભાઇ ભાડલીયા, નલિનભાઇ તન્ના, અતુલભાઇ વોરા તેમજ કોરોનામાં સ્‍વજન ગુમાવનારા પરિવારજનો સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા.

આ પ્રસંગે ચક્ષુદાન અને વ્‍યસન મુકિત અભિયાન અંતર્ગત માનવતા પ્રેમી સ્‍વજનોએ ચક્ષુદાનના સંકલ્‍પપત્રો તેમજ વ્‍યસન મુકિત કરાવવાનો સામુહિક સંકલ્‍પ કરેલ. ધર્મપ્રેમીજનોને પુસ્‍તક ભેટ આપવામાં આવેલ

આયોજન સફળતા માટે સંસ્‍થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, પંકજભાઇ રૂપારેલીયા, પરિમલભાઇ જોશી, જયેન્‍દ્રભાઇ મહેતા, કિશોરભાઇ ટાકોદરા, નયન ગંધા, ગોપાલભાઇ વ્‍યાસ, અશ્વિન ચૌહાણ, અરવિંદભાઇ મહેતા, રમેશ શીશાંગીયા, ગાયત્રી પરિવારના હિતેષભાઇ મહેતા, દિપલભાઇ વગેરે કાર્યરત રહેલ.

(3:25 pm IST)