Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અપહરણ-હનીટ્રેપના ગુનામાં ફરાર બહુનામધારી મોરબીના શખ્સને પેરોલ ફરલો સ્કવોડે પકડ્યો

જયદિપ ઉર્ફ બાડો ઉર્ફ ભયલુ ઉર્ફ કિશન હાલ રાજકોટ વામ્બે આવાસમાં રહેતો હતોઃ પીએસઆઇ બી. ટી. ગોહિલની ટીમે એરપોર્ટ પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૧૩: મુળ મોરબીના અને હાલ વામ્બે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨૩ કવાર્ટર નં. ૬માં રહેતો જયદિપ ઉર્ફ બાડો ઉર્ફ ભયલુ ઉર્ફ કિશન નટવરલાલ ગોહેલ (ઉ.૩૨) વિરૂધ્ધ અગાઉ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અપહરણ, હનીટ્રેપનો ગુનો નોંધાયો હોઇ તે સતત નાસતો ફરતો હતો. આ શખ્સને પેરોલ ફરલો સ્કવોડની ટીમે બાતમીને આધારે પકડી લઇ એરપોર્ટ પોલીસને સોંપ્યો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, કોન્સ. યુવરાજસિંહ રાણા, મયુરસિંહ પરમારને બાતમી મળતાં આ બહુનામધારી શખ્સને પકડી લીધો હતો. તેના વિરૂધ્ધ એરપોર્ટ પોલીસમાં અપહરણ, હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. પોલી કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીએસઆઇ બી. ટી. ગોહિલ, એએસઆઇ ઝહીરખાન ખફીફ, હેડકોન્સ. જયદિપસિંહ જાડેજા, કોન્સ. અનિલસિંહ ગોહિલ, સિરાજભાઇ ચાનીયા, યોગેન્દ્રસિંહ ઝાલા, હરીભાઇ બાલાસરા સહિતે આ કામગીરી કરી હતી. હતી.

(1:27 pm IST)