Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મુંબઈમાં ચોમાસાનું આગમન : દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્‍ટ્રના

દરિયાઈપટ્ટી વિસ્‍તારમાં ૧૫મી જૂન સુધીમાં મોન્‍સુનની એન્‍ટ્રી

રાજકોટ : વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ છે કે દક્ષિણ પヘમિ ચોમાસાએ આજે મુંબઈમાં એન્‍ટ્રી કરી લીધી છે. મધ્‍ય અરબી સમુદ્રનો ભાગ, કોંકણનો લગભગ ભાગ તેમજ મધ્‍ય મહારાષ્‍ટ્રના અમુક ભાગો પણ કવર કરી લીધા છે. ચોમાસાની ઉત્તરી રેખા ૨૦ ડિગ્રી નોર્થમાંથી પસાર થાય છે. ત્‍યાંથી દહાણુ, પુના, ગદક, બેંગ્‍લોર, પોંડીચેરી અને સીલીગુડી સુધી પસાર થાય છે. ચોમાસુ આગળ વધવા માટે વાતાવરણ સારૂ છે. વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્‍ટ્ર (વેરાવળ પટ્ટી)ના દરિયા કિનારામાં આગામી ૨-૩ દિવસમાં ચોમાસુ બેસે તેવા ઉજળા સંજોગો છે. જેથી આગામી ૧૫મી સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્‍ટ્રના દરિયાઈપટ્ટીના વિસ્‍તારોમાં ૧૫મી જૂન સુધીમાં ચોમાસુ બેસી જશે. ઉપરાંત પヘમિ બંગાળ, ઝારખંડ, બિહાર અને ઓડીશાના રાજયોમાં ૧૭મી સુધીમાં ચોમાસુ એન્‍ટ્રી કરી લેશે.

(12:05 pm IST)