Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજકોટમાં સીંગતેલમાં રૂપિયા 15નો ઘટાડો: 40 વધ્યા બાદ 15 રૂ, ઘટતા ગૃહણીઓને રાહત

કપાસિયા તેલ ડબ્બાના ભાવ રૂ.20 ઘટ્યાં છે. તથા પામતેલમાં ડબ્બે રૂ.35નો ઘટાડો થયો

રાજકોટમાં સીંગતેલમાં રૂપિયા 15નો ઘટાડો થયો છે. જેમાં ગઈકાલે 40 વધ્યા બાદ આજે 15નો ઘટાડો થયો છે. તેમાં કપાસિયા તેલ ડબ્બાના ભાવ રૂ.20 ઘટ્યાં છે. તથા પામતેલમાં ડબ્બે રૂ.35નો ઘટાડો થયો છે. તેમજ સીંગતેલ ડબ્બાનો વર્તમાન ભાવ 2735/2795 તથા કપાસિયા તેલમાં ડબ્બાના ભાવ 2600/2650 છે.

મળતી માહિતી મુજબ સીંગતેલમાં રૂપિયા 15 ભાવ ઘટ્યા છે. જેમાં ગઈકાલે 40 રૂપિયા વધ્યા બાદ આજે 15 રૂપિયા ઘટ્યા છે. તેમજ કપાસિયા તેલ ડબ્બાના ભાવમાં રૂપિયા 20 ઘટ્યા છે. તેમજ પામતેલમાં રૂપિયા 35નો ડબ્બે ઘટાડો થયો છે. તથા પામતેલમાં 9 દિવસમાં ડબ્બે રૂપિયા 75નો ઘટાડો થયો છે. જેમાં કપાસિયા અને સીંગતેલ બંનેમાં સામાન્ય વધઘટ થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતો પોતાની મગફળીથી તેલ કાઢીને વેંચાણ કરી રહ્યા છે. તેલના ઘાણાની સંખ્યા પણ દિવસે-દિવસે વધતી જાય છે. ખેડૂતો પોતાના ખેતરની મગફળીમાંથી તેલ કાઢીને ખાવાનું પસંદ કરી રહ્યા છે તેમજ સુરત, અમદાવાદ, વડોદરા જેવા મેટ્રો સિટીમાં પણ આ શુદ્ધ સીંગતેલ પહોંચી રહ્યુ છે. ત્યારે સીંગતેલમાં ભાવ ઘટતા અન્ય લોકોને ફાયદો થયો છે જ્યારે ખેડૂતોને નુકસાની વેઠવી પડી શકે છે.

 

(6:44 pm IST)