Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પાણીનું સંકટ ટાળવા બેઠક બોલાવો

મ્યુનિ.કોર્પોરેશનના બજેટને આવકારતા સામાજીક અગ્રણી યશવંતભાઇ જનાણી

રાજકોટ તા.૧૩ : મ્યુ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીએમ્યુ.કમિશ્નરે સુચવેલા પાણી વેરો ડબલ કરવાની દરખાસ્તને અસ્વીકાર કરવાના નિર્ણય માટે સમાજ સેવા સંગઠક યશવંતભાઇ જનાણાીએ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને અન્ય સભ્યોને અભિનંદન આપતા જણાવેલ કે હવે મ્યુ.કોર્પોરેશનની આગામી સામાન્ય સભા પણ રાજકોટને સંપુર્ણ નવુ કરમુકત બજેટ આપશે તેવી આશા છે.આ અંગે યશવંતભાઇ જનાણીએ જણાવ્યુ કે, સૌની યોજનાના અમલથી આજીડેમમાં નર્મદા ડેમના પાણી ઠાલવી દેશના વડાપ્રધાને અને રાજયના મુખ્ય પ્રધાને તથા અન્ય પદાધિકારીઓએ રાજકોટ ઉપરથી પાણીનું સંકટ કાયમ માટે વિદાય થઇ રહેલ છે. પરંતુ આજના તબક્કે નર્મદા ડેમના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જે પાણીનું સંકટ ઉભુ થયેલ છે તે જોતા રાજકોટ માટે કપરા દિવસો આવવાના છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટના મેયર અને મ્યુ.કમિશ્નરે શહેરીજનોને વિશ્વાસમાં લેવા અને પાણી અંગેની સાચી વિગતો જણાવવા શહેરના વિવિધ સંસ્થાઓના અગ્રણી, નાગરીકોની એક બેઠક તાકીદની અસરથી બોલાવવી જોઇએ.

(4:25 pm IST)