Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અમદાવાદ- વેજલપુરમાં ઉવસગ્ગહરં તીર્થધામે અંજનશલાકા પ્રતિષ્ઠાની ઉજવણી

રાજકોટ,તા.૧૩: સાગર સંસ્કરણ ટ્રસ્ટ ''શ્રી ઉવસગ્ગહર તીર્થ'', શ્રી નંદનગર વિભાગ-૩ની સામે, વેજલપુરમાં, શ્રીઉવસગ્ગહરં તીર્થ પ્રેરક પૂજય આચાર્ય શ્રી નિરંજનસાગર સૂરિશ્વરજીની આનંદદાયક નિશ્રામાં, વ્યાખ્યાનકાર પૂ.આ.શ્રી ચંદ્રકિર્તીસાગર સૂરિવર, દિવ્યકૃપા પૂ.આગમોદ્રારક આ.શ્રી આનંદસાગર સૂરિજી મહારાજા, પૂ.ગચ્છાધિપતિ, શ્રીદેવેન્દ્રસાગર મહારાજા, અંતરના આશિષ પૂજય વર્તમાન ગચ્છાધિપતિ શ્રી દોલતસાગરસૂરિજી મહારાજા વગેરેના આર્શીવાદથી ''ભવ્ય અંજનાશલાક પ્રતિષ્ઠા ઉજવાશે. પૂ.ગચ્છાનાયક, શ્રી દેવેન્દ્રસાગર સૂરિજી મહારાજા સ્મારક સ્વરૂપે પ્રગટ પ્રભાવિક'' શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, શ્રીસરસ્વતિ દેવી અને બે ગુરૂદેવ મૂર્તિ મુકાશે. તેમ નવિન શાહ જણાવે છે.

મહોત્સવે યુવા પ્રતિબોધક પૂ.આ.શ્રી નિરંજનસાગરસૂરિવર, તપસ્વી રત્ન, પૂ.આચાર્ય શ્રીનરદેવસાગરજી મહારાજાના પટ્ટ દિપક પ્રવચનકારક પૂ.આ.શ્રી ચંદ્રકિર્તીસાગર સૂરિવર આદિને આગ્રહપૂર્ણ વિનંતી કરતાં તેઓશ્રીની નિશ્રામાં ઉજવાશે.

જેમાં ગઈકાલે તા.૧૨શ્રી પંચકલ્યાણકની પૂજા સંગીતકાર સંજયભાઈ (જલગાંવ) તથા ભાવેશભાઈએ ભણાવેલ, આજે તા.૧૩ મંગળવારે, સવારે ૫:૩૦ કલાકે જલયાત્રા, તા.૧૪ બુધવારે, સવારે ૫:૪૫ કલાકે સોળ વિદ્યાદેવી પૂજન, શ્રી તા.૧૫ ગુરૂવારે સવારે૫:૪૫ કલાકે શ્રીરયવન કલ્યાણક વિધી- પ્રભુમાતપિતા, ઈન્દ્ર ઈન્દ્રિાણી દ્વારા, તા.૧૬ શુક્રવારે, સવારે ૭:૪૫ મહેમાનો માટે નવકારશી તથા સવારે ૯ કલાકે શ્રી પાર્શ્વનાથ જનમકલ્યાણક સ્ટેઈજ પ્રોગામ, તા.૧૭ શનિવારે, સવારે ૭:૪૫ મહેમાનો માટે નવકારશી, સવારે૮ કલાકે ભવ્ય રથયાત્રા, માતા- શર્મિષ્ઠા તથા બપોરે ૩ કલાકે મોક્ષ- નિર્વાણ કલ્યાણની ઉજવણી તથા રાત્રે ૮:૩૦ કલાકે ભાવના, તા.૧૮ રવિવારે, સવારે ૭:૪૫ કલાકે મહેમાનો માટે નવકારશી, સવારે૮:૩૦ કલાકે ધજાની ભવ્ય શહેરયાત્રા સવારે ૯:૪૫ કલાકે, શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ, શ્રીનાગેશ્વર પાર્શ્વનાથ, શ્રીસરસ્વતિ દેવી, બે પૂજય ગુરૂ મુર્તિઓની પ્રતિષ્ઠા બપોરે ૧૧:૩૦ કલાકે સ્વામી વાત્સલ્ય શ્રી ઉવસગ્ગરહરં જૈન મંડળ, વેજલપુર તથા રાત્રે ૮:૩૦ કલાકે ભાવના, તા.૧૯ સોમવારે સવારે ૫:૪૫ કલાકે દ્વારોદ્ઘાટન વિધિ થશે. સવારે ૯ કલાકે સતરભેદી પૂજા તા.૧૬થી ત્રણ દિવસ રાત્રે ૮:૩૦ કલાકે ભાવના સંગીતકાર પંકજભાઈ વોરા ભણાવશે. મહોત્સવમાં ભવ્ય અંગરચના કરાશે તેમ નવિન શાહ જણાવે છે. વધુમાહિતી માટે મો.૮૯૮૦૯ ૨૨૯૩૩, ૯૬૬૨૪ ૨૦૩૦૨ પર સંપર્ક કરવો.

(4:09 pm IST)