Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

રૂપાવટીમાં સંતશ્રી શામળાબાપા આશ્રમે ર૬મીથી મહારૂદ્ર યજ્ઞઃ ૪ દિવસીય ઉત્સવ

રાજકોટ તા. ૧૩: ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકામાં ગારીયાધારથી સાત કીલોમીટર દુર સંતશ્રી મોહનદાસ બાપા દ્વારા સંચાલીત શ્રી શામળાબાપા આશ્રમ રૂપાવટી ખાતે આવેલા છે. સદ્દગુરૂ શ્રી શામળાબાપા દ્વારા સ્થાપીત આ આશ્રમમાં હંમેશાં ભજન અને ભોજનનો નાદ ગુંજતો રહે છે.

આશ્રમમાં રમણીય ૧૦ હજાર સ્કેવર ફીટના સત્સંગ હોલ અને ઉપર ઉતારા માટેના રૂમનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. એક પણ પીલર વગરના હોલનું કાર્ય હાલ પૂર્ણતાના આરે છે. ત્યારે સદ્દગુરૂ શ્રી મોહનદાસ બાપા દ્વારા આવતી ફાગણ સુદ-૧પ પૂનમ એટલે શ્રી ગુરૂદેવ શ્રી શામળાબાપાના જન્મદિને એક મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે. ૧૦૮ કુંડી મહારૂદ્ર યજ્ઞના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે દ્વારકાથી વિદ્વાન પંડીત બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધી વિધાન દ્વારા યજ્ઞ શાળા બનાવાશે અને ફેબ્રુઆરી-ર૭-ર૮ અને પહેલી માર્ચ સુધી આ મહારૂદ્ર યજ્ઞ ચાલશે.

અહીં ખાસ મહત્વની વાત એ છે કે ૧૦૮ કુંડી યજ્ઞમાં બેસવા માટે પૂજય બાપાશ્રી વતી કોઇ ચડાવો કે ન્યોચ્છાવર રકમ લેવામાં નહીં આવે. પૂ. મોહનદાસ બાપાની અધ્યક્ષતામાં તેમની સીધી દેખરેખ નીચે તમામ કાર્યોને આખીર ઓપ આપવામાં આવી રહ્યો છે.

કાર્યક્રમની વિગતો મુજબ દેહશુધ્ધી તા. ર૬ ફેબ્રુ. સાંજે ર૭ ફેબ્રુ. ર૦૧૮ ર૮ ફેબ્રુ. ર૦૧૮ અને ૧ માર્ચ એમ ત્રણ દિવસ મહારૂદ્ર યજ્ઞ સવારે ૯ થી ૧ અને બપોરે ર થી પ ચાલશે. તા. ૧ના બપોરે બીડુ હોમાશે. રાત્રે શ્રીનાથજીની ઝાંખી તથા નીરંજન પંડયાનાં ભજનનો કાર્યક્રમ છે.

સૌરાષ્ટ્ર સમગ્ર તથા મુંબઇ-સુરત વિદર્ભ મહારાષ્ટ્ર વગેરેથી સ્વયંસેવકો સેવા માટે પહોંચી રહ્યા છે. સમસ્ત સેવકોમાં ઉત્સાહ ઉમટી પડયો હોવાનું રાજકોટના ભાવેશ માધાણી કમો. ૯૪ર૬૯ ૬૪૮૩૩)ની યાદીમાં જણાવાયું છે.

(3:48 pm IST)