Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ઝુલેલાલનગરના રિંકેશને મજા નહોતી આવતી એટલે એસિડ ગટગટાવી ગયો!

લાખાજી રાજ રોડ પર વિશ્વકર્મા મંદિર પાસે બનાવઃ સિંધી યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૩: જંકશન પ્લોટ ઝુલેલાલનગર મેઇન રોડ પર ઝુલેલાલ મંદિર પાસે રહેતાં રિંકેશ વાસુદેવભાઇ જેસાણી (ઉ.૩૪) નામના સિંધી યુવાને સર લાખાજી રાજ રોડ પર વિશ્વકર્મા મંદિર પાસે સાંજે એસિડ પી લેતાં સારવાર માટે  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

રિંકેશ સવારે ભાનમાં આવતાં એસિડ પીવાનું કારણ પુછવામાં આવતાં તેણે કહ્યું હતું કે-કયાંય મજા નહોતી આવતી, કંટાળો આવતો હતો એટલે પી ગયો હતો! આ યુવાન બે ભાઇમાં નાનો અને અપરિણીત છે. તે સર લાખાજી રાજ રોડ પર આવેલી ઓમ સિલેકશન નામની કપડાની દૂકાનમાં કામ કરે છે. ત્યાંથી બહાર નીકળી રોડ પર એસિડ પી જતાં દૂકાન માલિકને જાણ થતાં હોસ્પિટલે ખસેડી તેના પરિવારજનોને જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં એન્ટ્રી નોંધાવી હતી.

કુંવરબેન ઘેનની વધુ  પડતી ગોળી પી ગયા

ભોમેશ્વર મંદિર પાસે રહેતાં કુંવરબેન બાબુભાઇ ગઢવી (ઉ.૫૦) ઘેનની વધુ પડતી દવા પી જતાં ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૫)

(10:36 am IST)