Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મહાપાલીકા અને જીવદયા ઘર દ્વારા પક્ષી સારવાર કેમ્પનો પ્રારંભ

મુખ્યમંત્રીશ્રીના 'કરૂણા અભિયાન' અંતર્ગત રાજયના હજારો પશુ-પક્ષીઓને સારવાર અને જીવનદાન મળી રહેલ છે અને હજુ વધુને વધુ આ કાર્યને વેગ મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને જીવદયા ઘર દ્વારા આયોજિત મકર સંક્રાંત નિમિત્તે દર વર્ષેની જેમ આ વર્ષે 'કરુણા અભિયાન' કાર્યક્રમ અંતર્ગત કલેકટર શ્રીમતી રેમ્યા મોહનજી અને કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલજીના હસ્તે જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતીમાં ફલેગ ઓફનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે અગ્રણી જીવદયાપ્રેમીશ્રી અમીનેશભાઇ રૂપાણી, જૈન અગ્રણીશ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, એનિમલ વેલ્ફેર બોર્ડના રાજેન્દ્રભાઇ શાહ, મિત્તલભાઇ ખેતાણી, જીવદયા ઘરના ટ્રસ્ટી યશ શાહ તેમજ રમેશભાઇ ઠક્કર ઉપસ્થિત રહેલ. સમગ્ર જિલ્લાનું આયોજન માન.કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠઇ વન વિભાગના DFO રવિપ્રસાદજી ડો.સિયાણીએ ગોઠવેલ છે. જેમાં પશુપાલન ખાતાના ડો.ખાનપરા, RMCના ડો.ભાવેશ ઝાકાસાનિયા કરૂણા ફાઉન્ડેશનના પ્રતિક સંઘાણી, જીવદયા ઘરના યશ શાહ સહયોગ આપી રહેલ છે. એવી જ રીતે ઘાયલ પક્ષીઓની સારવાર ઓછા સમયે અને નિષ્ણાત ડોકટરો દ્વારા કરવા ઇમ્પીરિયલ હાઇટ, બીગ બાઝાર સામે, ૧૫૦ રીંગ રોડ, ઉપર મકર સંક્રાંતિ પશુ-પક્ષી સારવાર કેમ્પ કરવામાં આવેલ છે. જયાં પક્ષીઓ માટે ઇમરજન્સીમાં ઓકિસજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નાના બાળકોને અનુકંપા, કરૂણાના સંસ્કારો વધે એ માટે ખાસ સેલ્ફી પોઇન્ટ રાખવામાં આવેલ છે જે જોવા માટે બાળકો સાથે પધારવા ખાસ આમંત્રણ છે. આ પ્રસંગે જીવદયા પ્રેમીઓ પ્રશાંતભાઇ શેઠ, અજયભાઇ ઠક્કર, હિરેનભાઇ મહાજન, રાજભાઇ શેઠ, દિપેનભાઇ શેઠ, ઉત્તમભાઇ રાઠોડ, શુભમભાઇ વિગેરે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનું સફળ આયોજન જીવદયા ઘરના યશભાઇ શાહ અને મહાનગરપાલિકાના ડો.ભાવેશ ઝાકાસાનિયા સાથે મળીને કરેલ હતું. મકર સંક્રાંત નિમિત્તે ઘાયલ પક્ષીઓ માટે બર્ડ હેલ્પલાઇન નં.૯૪૦૯૭ ૪૩૩૬૨ ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

(3:59 pm IST)