News of Saturday, 13th January 2018

ઉદ્દીયાત ગ્રુપની અનુકરણીયઃ જરૂરીયાત મંદોને ૨૦ હજાર પતંગો આપી

 રાજકોટ : આગવી ડિઝાઇન, નવીનતા અને અનોખી શૈલીના વિવિધતમ રીઅલ એસ્ટેટના પ્રોજેકટસ દ્વારા બહુજ ટુંકાગાળામાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉદ્દીયાતિ ગ્રુપ દ્વારા સમાજના જુદા-જુદા સ્લમ વિસ્તારોમાં, બહેરા મુંગા વિદ્યાર્થીઓની શાળાઓમાં, બાલાશ્રમોમાં, મોચા હનુમાન માધવપુર ઘેડ તથા જરૂરીયાંત મંદોને આજરોજ આશરે ૨૦,૦૦૦ (વીસ હજાર) જેટલી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદ્દીયાત  ગ્રુપના પ્રમોટર અને મેનેઝીંગ ડીરેકટર શ્રી નીરવભાઇ કનેરીયા તથા વરૂણભાઇ સાવલીયા જણાવે છે કે દરેક કોર્પોરેટર્સ કંપનીઓએ પોતાની સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવી જોઇએ કે જેથી સમાજ પ્રત્યેનું ઋણ ચુકવી શકીએ. આ માટે ઉદ્દીયાતી ગ્રુપ દ્વારા કર્તવ્ય ફાઉન્ડેશનની પણ સ્થાપના અગાઉથી કરવામાં આવી છે. જેને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત ગવર્મેન્ટે વિદ્યાર્થીઓના જીવન ઘડતરની આગવી શૈલી માટે આઇ સ્કેલ એવોર્ડથી પણ નવાજેલ છે. ગુજરાતની દરેક કંપની જો માર્ગે પર આગળ વધશે તો ભવિષ્ય દુર નથી કે જયાં દરેક ગુજરાતી વર્ગનો અહેસાસ કરી શકશે કે  હા ! હું ગુજરાતી છું!

(4:26 pm IST)
  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • બનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST

  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST