News of Saturday, 13th January 2018

ભાંડો ફુટયો...

સીટી ઇજનેરની બોગસ સહી કરી લાખોનું બીલ મંજુર કરવાનું કારસ્તાન

કોર્પોરેશનના કોન્ટ્રાકટરે ઘરની પેઢી સમજીને બીલમાં ઇજનેરની સહી કરી નાંખી પરંતુ અધિકારીની બાજ નજરમાં ગેરરીતિ ખુલી

રાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશનમાં સીટી ઇજનેરની બોગસ સહી કરી અને લાખો રૂપિયાનું બીલ મંજુર કરવાનું કારસ્તાન છતુ થતાં સનસનાટી મચી જવા પામી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ન્યુ રાજકોટ વિસ્તારમાં બાંધકામ વિભાગ દ્વારા હાથ ધરાયેલ. યોજનાનું લાખો રૂપિયાનું બિલ બનાવીને કોન્ટ્રાકટરે જાતે જ આ બીલમાં આ વિસ્તારના સીટી ઇજનેરની બોગસ સહી કરી નાંખી બીલ મંજુર કરાવવા વહીવટી વિભાગોમાં રવાના કરી દીધું હતું પરંતુ સરકારી નિયુકત અધિકારીની બાજ નજરે બોગસ સહીનું કારસ્તાન ઝડપી લેતા ભાંડો ફુટી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ બાંધકામ વિભાગ દ્વારા કોન્ટ્રાકટર પાસે કેટલુક વધારાનું કામ કરાવેલ. આ વધારાના કામનું બીલ બનાવાયેલ. જેમાં ડે.ઇજનેર વગેરે નીચેના અધિકારીઓની સહીઓ થઇ ગયેલ પરંતુ સીટી ઇજનેરની સહીના વાંકે બીલ અટકતું હોઇ કોન્ટ્રાકટરે તંત્રને ઘરની જ પેઢી સમજી સીટી ઇજનેરની સહી પોતાની જાતે જ કરી અને બીલ મંજુરી અર્થે મુકાવી દીધું હતું.

દરમિયાન સરકાર નિયુકત અધિકારીની મંજુરીમાં આ બીલ મુકાયુ હતુ અને આ અધિકારીએ બેથી ત્રણ નાની-મોટી ક્ષતિ જોતા બીલ શંકાસ્પદ લાગ્યું આથી બીલને સીટી ઇજનેર તરફ પાછુ રવાના કરી દીધું અને બાદમાં જવાબદાર સીટી ઇજનેરને ફોન દ્વારા જણાવ્યું કે, 'તમે મોકલેલા બીલમાં બે-ત્રણ ભૂલ છે જે સુધારીને મોકલો એટલે મંજુર થઇ જાય.' પરંતુ સામે છેડે સીટી ઇજનેર ચોંકી ઉઠયા હતા અને તેઓએ સરકાર નિયુકત અધિકારીને કહ્યું કે, 'મે કોઇ બીલ મંજુરીમાં મુકયુ જ નથી' આમ સીટી ઇજનેરની બોગસ સહીના કારસ્તાનનો ભાંડો ફુટી ગયો હતો અને આ બોગસ સહીવાળુ લાખોનું બિલ અટકાવી દેવાયું હોવાનું જાણવા મળે છે.(૨૧.૨૩)

(4:19 pm IST)
  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST