News of Saturday, 13th January 2018

સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી

 બૃહદ રાજકોટ પ્રતિષ્ટઠાન દ્વારા સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં સંસ્થાના પ્રમુખ અને કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની આગેવાની હેઠળ રાજુભાઇ જુંજા, અભિષેક તાળા, મયંકભાઇ હાથી, હિેરનભાઇ દુધાત્રા, શહેરના પ્રબુધ્ધ નાગરીકો સર્વશ્રી વિપક્ષી નેતા અને કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, યશવંતભાઇ જનાણી, હિમતભાઇ લાબડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ પટેલ, જયવંતભાઇ ચોવટીયા, અશોકસિંહ વાઘેલા, રજતભાઇ સંઘવી, જગદીશ ડોડીયા, અંકુર માવાણી, યુવા કોંગ્રેસ પ્રમુખ મુકુંદ ટાંક, વિરજીભાઇ તંતી, જયેશભાઇ શેઠ, કે. એ. મહેતા, જયેશભાઇ વ્યાસ, નાનાલાલ માકડીયા, રતીલાલ માકડીયા, વિઠલભાઇ પટેલ, ચમનભાઇ સવસાણી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૩)

(4:12 pm IST)
  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST