Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

આજે સાંજે જરૂરીયાતમંદ પરિવારોને અનાજકીટ વિતરણ-૧૦ બહેનોને સિલાઈ મશીન વિતરણ

સરકારી શાળાના વિદ્યાર્થીઓને કીટ, ગરમ વસ્ત્રોનું પણ વિતરણ

રાજકોટ,તા.૧૩ : દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર, અર્પણ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ આનંદનગર- અયોધ્યા શાખા દ્વારા મકરસંક્રાતિપર્વ નિમિતે આજે શનિવારે સાંજે ૫ વાગ્યે મહાપાલીકાના આનંદનગર કોમ્યુનિટી હોલ ખાતે ૩૦૦ જરૂરીયાતમંદ પરિવારોને અનાજ કીટ વિતરણ તથા ૧ હજાર ધાબળા વિતરણ અને ૧૦ બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવનાર છે.

ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા તથા નવી બનેલી અયોધ્યા શાળખા તેમના સેવા કર્યો દ્વારા સમગ્ર રાજકોટમાં સુવિખ્યાત છે. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સંમપર્ણના પંચસૂત્રોની વરેલી સંસ્થા દ્વારા દર વર્ષે સમાજના છેવાડાના લોકો માટે અનેક સેવા કર્યો કરવામાં આવે છે. આ સેવા કાર્યોમાં દર વર્ષે નગીનભાઈ જગડા તથા ભૂપેનભાઈ મહેતા તથા ડો.રજનીભાઈ મહેતા (એન.આર.આઈ) સાથે જોડાઈ અને આ કાર્યોમાં આર્થિક અનુદાન અપાય છે. નગીનભાઈ જગડા માનવપ્રેમી તથા તેના દિલમાં વંચીતો માટે ભારોભાર લાગણી છે. તેઓ દર વર્ષે ૨મહિના અમેરીકાથી રાજકોટ આવી. અનેક સેવા કાર્યો ભારત વિકાસ પરિષદના માધ્યમથી કરે છે આ વર્ષે તેમની સાથે ભૂપેનભાઈ મહેતા પણ આ સેવા કાર્યોમાં ખભે- ખભા મિલાવી જોડાઈ રહયા છે. તેઓ દ્વારા તેમના અમેરીકામાં રહેતા ભારતીયો કે જેમના મનમાં દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના છે, તેમના સહકારથી આ સેવા કાર્યો કરી રહયા છે.

આ કાર્યક્રમમાં રાજકોટ-૨ના ધારાસભ્ય શ્રી ગોંવિદભાઈ પટેલ, મ્યુનિ.ફાઉન્ડેશન બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નિચિનભાઈ ભારદ્વાજ, અજીતસિંહ જાડેજા, હરિસિંગભાઈ સુચારિયા, રમેશભાઈ ઠક્કર વિગેરે ઉપસ્થિત રહેશે.

શિયાળાની કળકળતી ઠંડીમાં ઠુઠવતા લોકોને હુંફ મળેએ માટે સંસ્થા દ્વારા વિવિધ સ્લમ એરિયામાં તથા ઝુંપડપટ્ટીમાં તેમજ સરકારી શાળાઓમા ૧૦૦૦ ધાબળા તથા સ્વેટર - મફલર ટોપી વગેરેનું વિતરણ કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાન મળે એ માટે રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત શાળાઓ તથા જિલ્લા પંચાયત સંચાલિત ૫૦ શાળામાં અભ્યાસ કરતા ૧૦૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેવી શૈક્ષણિક કિટ સંસ્થા દ્વારા આપવામાં આવનાર છે. આ અભિયાન કાર્યક્રમ તા.૧૬ થી ૨૦ દરમ્યાન યોજાશે.

એનઆરઆઈ નગીનભાઈ જગડા તથા ભૂપેનભાઈ મહેતા અને ડો.રજનીભાઈ મહેતા દરવર્ષે ભારત આવીને આ પ્રકારના અનેક સેવાકર્યો યોજતા રહે છે.

આ સમગ્ર સેવા કાર્યોમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ પ્રફુલભાઈ ગોસ્વામી આનંદનગર શાખાના જેઠસરભાઈ ગુજરીયા, મંત્રી દિપકભાઈ ગોસાઈ, અયોધ્યા શાખાના પ્રમુખ રાકેશભાઈ, સોરઠીયા અને મંત્રી કરસનભાઈ મેતા તેમજ કારોબારી સભ્યો દયાલજીભાઈ રાઠોડ, વિનોદભાઈ સોજીત્રા, ગીરીશભાઈ ગાજીપરા, એસ.એસ. ગોસાઈ, દિનેશભાઈ ત્રિવેદી, મહેશભાઈ પરમાર, વિજયભાઈ કુંભારવાડિયા, મિતેશભાઈ સાતા, વિનોદભાઈ પેઢડિયા, કિરિટસિંહ વાળા, ગિરિશભાઈ લીંબાશીયા, નયનભાઈ ગંધા, જતીનભાઈ પરમાર, જયંતિભાઈ ચૌહાણ, પ્રવિણપુરી ગોસ્વામી, વિનોદભાઈ ગોસ્વામી વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.

તસ્વીરમાં સર્વેશ્રી નગીનભાઈ જગડા (એનઆરઆઈ), પ્રફુલ્લભાઈ ગોસ્વામી, જેઠસુરભાઈ ગુજરીયા, રકાશેભાઈ સોરઠીયા, દિપકગીરી ગોસાઈ, વિનોદભાઈ પટેલ, કાનજીભાઈ સિંધવ, વિનોદભાઈ ગોસ્વામી અને જેન્તીભાઈ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:10 pm IST)
  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST

  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો : કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર: લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 9:08 am IST