Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

૩૫ માતાઓ ઉજ્જૈન માઘસ્નાન માટે રવાના

 રાજકોટ : જયમાતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર દ્વારા ગઈકાલે વૃદ્ધાશ્રમ અને અન્ય ૨૫ માતાઓને ઉજ્જૈન ખાતે માઘસ્નાન કરાવવા માટે લઈ જવામાં આવ્યા. સમાજ માટે પ્રેરણારૂપ અને અમલમાં મૂકવા યોગ્ય આ સેવાકાર્યની પ્રશંસા થઈ રહી છે. સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ પોલીસ કમિશ્નર શ્રીનો સહયોગ મળ્યો છે. ૮ કરોડ રામનાથ જાપ, ૫ લાખ ઓમ નમઃ શિવાય જાપ તથા સવા લાખ નવકારમંત્રના જાપ નદીમાં શાસ્ત્રોકત વિવિધ સાથે પધરાવવાનો સંકલ્પ લેવામાં આવ્યાનું ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યુ છે. ત્રણ દિવસના રોકાણ દરમિયાન આજુબાજુના ધાર્મિક સ્થળ જેવા કે મહાકાલેશ્વર - કાલ ભૈરવ ઈન્દોર મુકામે ઓમકારેશ્વર દાદાના દર્શન તથા બાકીના નજીકના ધાર્મિક સ્થળોના દર્શનને પણ આવરી લેવામાં આવશે. આ કેન્દ્ર દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી રેસકોર્ષ રીંગ રોડ પર દરરોજ સવારે સ્વાસ્થ્ય વર્ધક ઉકાળા જેવા કે કડવુ કડીયાતુ, ડાયાબીટીસનો ઉકાળો મોર્નીંગ વોક કરવા આવતા શહેરીજનોને પીવડાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કૂતરાઓને ૧૨૫ લીટર દૂધ તથા ૨૦૦ રોટલીનું ભોજન પૂરૂ પાડે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે દોલતસિંહ ચૌહાણ મો. નં. ૮૯૮૦૫ ૦૧૫૦૩ના સહયોગમાં સર્વેશ્રી મીતલ ખેતાણી, મનુભાઈ બલદેવ, મહેશભાઈ જીવરાજાની, વિનુભાઈ પાબારી, અલ્કાબેન ખગ્રામ, પારસ મોદી, હેમાબેન મોદી, હિમાંશુ ચિનોય, કિર્તીબા ચૌહાણ, મનસુખભાઈ કયાડા, ભીમભાઈ સગપરીયા, જશવંતરાય ભટ્ટ, શકિતસિંહ ચૌહાણ, જયોતિબેન ચૌહાણ, શૈલેષભાઈ પરમાર, ગીતાબેન પરમાર, જયોત્સનાબેન રામાનુજ, રસીલાબેન વ્યાસ, હંસાબેન લાલ, ભારતીબેન ગણાત્રા, ભાવિકાબેન લાખાણી, રાજુભાઈ લાખાણી, દિલીપભાઈ રૂપારેલીયા, રાજુભાઈ પટેલ, રંજનબેન ચૌહાણ, હિનાબેન જાની, વિનુભાઈ પોબારૂ, વંદનાબેન પંડ્યા, એકતાબેન પાબારી, સુષ્માબેન વડગામા, જયકાંતભાઈ જોષી, બીનાબેન ચાવડા, મનુભાઈ કણસાગરા, દિનેશભાઈ ચાવડા, શશીભાઈ નંદાણી, કૃતિબેન જીવરાજાની, બીનાબેન ચાવડા, માંડણભાઈ ભરવાડ, મહેશ ખેતાણી, ચિરાગભાઈ ધામેચા, ધીરૂભાઈ આંબીયા, કીરીટભાઈ જાદવ વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૭)

(4:10 pm IST)