Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ઓચિંતો પાણી કાપ ઝીંકાયોઃ કોઠારીયા-વાવડી ૩ દિવસ તરસ્યા રહેશે

રાજકોટ : પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા પાઇપ લાઇન (હડાળા સેકશન)માં રીપેરીંગ માટે તા.૧૯ થી રાજકોટ તરફ પાણી પમ્પીંગ બંધ કરાશેઃ નર્મદા નીર નહિ મળવાના કારણે કોઠારીયા અને વાવડી વિસ્તારના વોર્ડ નં.૧૮ અને ૧રમાં આવતા તિરૂપતિનગર, કોઠારીયા ગામ, સ્વાતી સોસાયટી, નારાયણનગર, શકિતનગર, રસુલપરા, ગૌતમબુધ્ધ નગર અને વાવડી ગામ (આંગન સીટી) સહિતના વિસ્તારોને તા.૧૬ થી તા.૧૯ જાન્યુ. સુધી પાણી વિતરણ નહી થાયઃ વોટર વર્કસ વિભાગના ડેપ્યુટી ઇજનેરની સત્તાવાર જાહેરાત

(4:07 pm IST)
  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST