News of Saturday, 13th January 2018

બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા તેજસ્વીતા સન્માન સમારોહ

 અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે ધો. ૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે રાજકુમારસિંહ સંકલપભુમિના સંપાદક વડોદરાડો. એસ. પી. શર્મા, પૂર્વ પ્રોફેસર અધ્યક્ષ હિન્દી ભવન સૌ.યુનિ. પરમાર ત્રિકમલાલ રણછોડભાઇ નિવૃત્ત આસી. પોલીસ કમિશ્નર અમદાવાદ સુદિપ શર્માની ઉપસ્થિતીમાં તેજસ્વી તારકોને પ્રોત્સાહીત કરાયા હતા. પ્રારંભે અતિથિઓ વિદ્યાર્થીઓનું શાબ્દીક સ્વાગત અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘના પ્રદેશ મહિલા પ્રમુખ શાન્તાબેન મકવાણાએ અને બાદમાં પ્રદેશ પ્રમુખ દેવશીભાઇ દાફડાએ સંસ્થાનો પરીચય રજુ કરેલ. દિવ્યા મકવાણા અને દેવાંગી ચાવડાએ દેશભક્તિગીત રજુ કરી વાતાવરણમાં રાષ્ટ્રીય રંગ ઉમેરી દીધો હતો. મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનોને શીલ્ડ, પ્રમાણપત્ર અને નોટબુક આપી સન્માનીત કરાયેલ. અતિથિ ટી. ડી. વણકર, સંકલ્પ ભુમિના પ્રમુખ સુરેશભાઇ વાઘેલા, સંકલપ ભુમિના મંત્રી વડોદરાના મનુભાઇ ધાંધલ, હમીરભાઇ દાફડા, લલિતકુમાર વેગડા, પી. યુ. મકવાણા, વાલી મંડળના પ્રમુખ હીમ્મતભાઇ લાબડીયા એડવોકેટ, એમ. આર. સોલંકી, નિવૃત્ત પી.એસ.આઇ શ્રી મુછડીયા, શ્રી પરમાર (કેશોદ) વગેરે ઉપસ્થિત રહ્ના હતા. જાઇન્ટ કમિશ્નર અરવિંદ સોનટકે અને ડો. એસ. પી. શર્માએ અહીં શિક્ષણલક્ષી માર્ગદર્શન આપેલ. અંતમાં આભારવિધિ બૌધ્ધ ધમ્મ સંઘના રાષ્ટ્ર પ્રમુખ ગૌતમ ચક્રવર્તીએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બાધ્ધ ધમ્મ સંઘ (મો.૯૯૧૩૭ ૪૩૬૯૦) ના છગનભાઇ મકવાણા, ખોડાભાઇ પારઘી, રમેશભાઇ ચાવડા, લલિતભાઇ ડાંગર, બીજલભાઇ મકવાણા, શ્યામભાઇ સોલંકી, કમલેશ મકવાણા, રાજીબેન સિંધવ, કિરણ સોસા, ભાનુબેન રાઠોડ, દમયંતિબેન, દિનુભાઇ, બિલકીશબેન, ફીરોજભાઇ પતાણી, રંજનબેન સિંહાર, પ્રવિણભાઇ મારૂ, લક્ષ્મીબેન ડાંગર વગેરેએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૬)

(2:17 pm IST)
  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST