News of Saturday, 13th January 2018

રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટના પ્રમુખ તરીકે દિપકભાઇ ઉનડકટની વરણી

રાજકોટ : રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટના નવમાં પ્રમુખ તરીકે અમર એસ્ટેટ એજન્સીના યુવા સંચાલક દિપકભાઇ ઉનડકટ નિયુકત તથા તેમનો તેમજ વર્ષ ૨૦૧૮ ના બોર્ડ મેમ્બર્સનો ઇન્સ્ટોલેશન સમારોહ સીઝન્સ હોટલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ યુવા ટીમને રામકૃષ્ણ આશ્રમનના મુખ્ય સ્વામી પૂ. શ્રી નીખીલેશ્વરાનંદા સ્વામીજી તેમજ મુખ્ય મહેમાન ભારત સરકારની રેરા કમીટીના સભ્ય અને નેશનલ એસો. ઓફ રીયલટર્સ (નાર) ના ચેરમેન રવિ વર્મા (પુનાથી) તેમજ ગેસ્ટ ઓફ ઓનર નેશનલ એસો. ઓફ રીયલટર્સ (નાર) ના પ્રમુખ પ્રવિણભાઇ ફણસે (મુંબઇથી) ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં રીઅર અને આરબીએ વચ્ચે દ્વીપક્ષી સમજુતી કરાર કરવામાં આવેલ. જેમાં આર.બી.એ.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા તથા સેક્રેટરી સુજિતભાઇ ઉદાણી અને રીયરના પ્રમુખ દિપકભાઇ ઉનડકટ, સેક્રેટરી કેતનભાઇ પારેખ દ્વારા આ કરાર પર સહી સીકકા કરવામાં આવેલ. શહેરના યુવરાજ માંધાતાસિંહજી (મયુરરાજા) પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્ના હતા. આ સમારોહમાં શહેરના અગ્રીમ હરોળના બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેક, એડવોકેટસ, ડોકટર્સ, પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહેલ. એસો.ના સભ્યો દ્વારા નેશનલાથમનું ફોટો શુટ મહેમાનોની ઉપસ્થિતીમાં રજુ કરાય હતુ. શહેર જિલ્લામાં જમીન-મકાનની દલાલીનો વ્યવસાય કરતા લોકોએ સભ્ય થવા પ્રમુખ દિપકભાઇ ઉનડકટ (મો.૯૬૩૮૬ ૯૯૦૯૯) અને નિલેશભાઇ સુરાણી (મો.૯૮૯૮૦ ૬૮૨૮૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:16 pm IST)
  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST

  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • બનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST