Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

આવતીકાલે ૧૪મીએ સમસ્ત કોળી સમાજના સૂર્યવંશી- પૃથ્વીપતિ શ્રી માંધાતાનો પ્રાગટ્ય મહોત્સવ

આવતીકાલે સૌરાષ્ટ્રભરમાં પ્રાગટ્ય મહોત્સવ યોજાશે : શોભાયાત્રામાં હજારો કોળી સમાજ જોડાશે

રાજકોટ, તા. ૧૩ : સૂર્યવંશી કોળી સમાજના પ્રથમ વંશજ મહારાજા ઈશ્વાકુના પરિવાર રાજા યુવનાશ્વને ત્યાં માંધાતાનો જન્મ થયો હતો, જન્મ વખતે સૂર્યની ગતિ તેમજ નક્ષત્ર પ્રમાણે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ થયેલ તે દિવસે ''મકરસંક્રાંતિ'' ઉત્તરાયણ (ખીહર) દિવસથી કોળી સમાજના ધરોહર સમાન વીર માંધાતાનો પ્રાગટ્ય દિન રંગે ચંગે યોજવામાં આવે છે.

ત્રેતાયુગમાં પૌરાણિક કથા પ્રમાણે રાજા યુવનાશ્વને ઘણા સમય સુધી કોઈ સંતાન ન થતા, રાજા યુવનાશ્વ તથા રાણી રૂપમતીએ અત્યંત દુઃખી થતા ભાર્ગવ ઋષિના શરણે ગયા હતા, અને સંતાન પ્રાપ્તિ માટે મહાયજ્ઞ કરાવેલ અને ઈશ્વરની કૃપાથી રાણી રૂપમતીએ અત્યંત સંુદર બાળકને જન્મ આપ્યો હતો.

જન્મ બાદ, ભાર્ગવ ઋષિએ ગભરૂ બાળકને અંગૂઠો ચુસતા જોગો અને બાળકનું ''માંધાતા'' નામકરણ કરવામાં આવેલ હતું.

રાજા રાણીએ જતનપૂર્વક બાળકનો ઉછેર કર્યો, અને કામધેનુ ગાયના દૂધથી ઉછેર થયો હતો તેવુ પૌરાણિક કથામાં ઉલ્લેખ છે.

બાલ્યાવસ્થા અને યુવાવસ્થા દરમિયાન દેવરાજ ઈન્દ્ર દ્વારા માંધાતાને દ્વંદ યુદ્ધની તાલીમ આપવામાં આવી હતી. રાજા યુવનાશ્વનું અવસાન થતાં, યુવા માંધાતા ગાદી પતિ બનાવ્યા હતા. થોડા સમયમાં જ વીર માંધાતાની સમગ્ર દેશમાં આણ વર્તાવા લાગી, તેમના પરાક્રમથી દેશના અનેક રાજયોને પરાજય કરીને સત્તા મેળવેલ, જેથી પ્રજાએ તેમને ''મહાન કોલી સમ્રાટ''નું બિરૂદ આપેલ હતું.

રાજા માંધાતાની શૂરવીરતા અને પરાક્રમ નિહાળીને રાજકુંવરી પૃથ્વીએ ''વસંુધરા'' નામ ધારણ કરીને વરમાળા પહેરાવેલ, પૃથ્વી માંધાતાને વરી હતી એટલે મહાન પરાક્રમી રાજા માંધાતા ''પૃથ્વીપતિ'' કહેવાયા હતા.

રાજા માંધાતાએ રાણી વસંુધરાના સહયોગથી પ્રતિષ્ઠાપુર (આજનું કાશી) સહિત આજુબાજુના નાના - મોટા રાજયો કબજે કરીને આણ વર્તાવેલ, વીર માંધાતાએ લવણાસુર રાજય પર ચડાઈ કરવાનો મનસુબો ઘડ્યો, કારણ કે ત્યાંની પ્રજા અત્યાચારી રાજાથી ત્રાહીમામ હતી.

લવણાસુરના કપટી રાજાને આની જાણ થતાં, વીર માંધાતાના લશ્કરમાં ગુપ્તચરો ગોઠવીને છળકપટ અને દગાથી રાજા માંધાતાનો વધ કરવામાં આવેલ અને એક યુગનો કરૂણ અંત આવેલ હતો.

ભારતભરમાં અનેક રાજયોમાં કોળી સમાજની વ્યાખ્યામાં આવેલ લોકો, વીર માંધાતાનો જન્મ સમયે, નક્ષત્ર અને તારા મંડળના અભ્યાસનું ભાર્ગવ ઋષિએ ઉત્તરાયણના દિવસ (ખીહર)ના રોજ જન્મ ગણતા, ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ સમગ્ર કોળી સમાજ વીર માંધાતાનો પ્રાગટ્ય દિન ભવ્ય રીતે ઉજવે છે, અને રાજકોટ શહેર જીલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા કાઢવામાં આવશે. (સંકલન : જલ્પાબેન કુમારખાણીયા, રાજકોટ મો. ૭૯૯૦૦ ૮૬૪૬૯.

(1:08 pm IST)
  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST

  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST

  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો : કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર: લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 9:08 am IST