Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

રાજકોટ : મા ઉમા ખોડલ મંદિરે દર્શન કરતા હાર્દિક પટેલ

રાજકોટ : પાસ સુપ્રિમો હાર્દિક પટેલે ગઈકાલે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આસ્થા રેસીડેન્સી પાછળ આવેલ મા ઉમા ખોડલ મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. હાર્દિકે સાંજે ૫:૩૦ કલાકે મંદિર આવ્યા હતા અને ૧૦ - ૧૫ મિનિટ અહીં દર્શન - પૂજા કર્યા હતા. આ મંદિર બનાવવા પાછળ ત્રણ સોસાયટીના રસ્તાનો વિવાદ હતો. જેથી વિવાદને લીધે પૂર્વ કોર્પોરેટર જે. ડી. ડાંગર દ્વારા ૪ વર્ષ પહેલા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ. આસપાસની કે. કે. રેસીડેન્સી ગોવિંદ રત્ન તથા જાનકી પાર્કના લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો અને સપ્તાહ દરમિયાન જ એક મંદિર બનાવવાની વ્યાસપીઠ ઉપરથી ઘોષણા કરવામાં આવેલ. મંદિરમાં ભગવાન શંકર તથા મા ઉમા ખોડલ બિરાજમાન છે. વર્ષ દરમિયાન ઘણા કાર્યક્રમો થાય છે. ઉપરાંત ત્રણેય સોસાયટીનો જમણવાર પણ યોજાય છે.

(1:06 pm IST)
  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST