News of Saturday, 13th January 2018

રેલનગર પાસે મરાઠા યુવાન સ્ટવમાં ભડકો થતાં દાઝી ગયો

આકાશ સોનકરે કવાર્ટર બનતાં હોઇ ત્યાં મજૂરી કરે છે

રાજકોટ તા. ૧૩: રેલનગર પાસે છત્રપતિ શિવાજી ટાઉનશીપ નજીક નવા બની રહેલા કવાર્ટરની સાઇટ પર ઝૂપડામાં રહી કડીયા કામની મજૂરી કરતો મુળ મહારાષ્ટ્રનો આકાશ રાવતભાઇ સોનકરે (ઉ.૩૦) રાત્રે સ્ટવ પર શાક ગરમ કરતો હતો ત્યારે ભડકો થતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

આકાશ કેટલાક વર્ષથી પત્નિ, ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે રાજકોટ રહી મજૂરી કરે છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

(1:05 pm IST)
  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST