News of Saturday, 13th January 2018

જાગનાથમાં દિનેશભાઇ ચાવડાએ ગળા અને હાથ પર છરીથી કાપા મારી લીધા

રજપૂત યુવાન બિમારીથી કંટાળી જતાં પગલું ભર્યુઃ સારવારમાં

રાજકોટ તા. ૧૩: યાજ્ઞિક રોડ પર ઇમ્પિરીયલ પેલેસ હોટેલ સામે જાગનાથ પ્લોટ-૬/૧૪ના ખુણે રહેતાં અને ડાઇ બનાવવાની મજૂરી કરતાં દિનેશભાઇ શિવુભાઇ ચાવડા (ઉ.૪૨) નામના રજપૂત યુવાને રાત્રે પોતાના રૂમમાં ગળા પર તથા હાથ પર છરી કે કોઇ તિક્ષ્ણ વસ્તુથી કાપા મારી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

દિનેશભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારજનોએ કહ્યું હતું કે દિનેશભાઇ કેટલાક મહિનાથી સતત બિમાર રહે છે. દવા-સારવાર કરાવવા છતાં સારુ થતું ન હોઇ કંટાળી ગયા હતાં. રાત્રે દિકરી તેને જ્યુસ બનાવવું છે કે કેમ? તે પુછવા રૂમમાં ગઇ ત્યારે લોહીલુહાણ મળતાં તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

(1:05 pm IST)
  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST