Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

જિંદગીથી કંટાળી જેતપુરનો શ્યામ ખાંટ એસિડ પી ગયો

રાજકોટ તા. ૧૨: જેતપુર નાજાવાળા પરામાં રહેતાં અને સાડીની ફેકટરીમાં કામ કરતાં શ્યામ ભીખુભાઇ વણાર (ઉ.૨૩) નામના ખાંટ યુવાને ઘેર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

શ્યામ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને અપરિણીત છે. તેણે સાંજે આઠેક વાગ્યે એસિડ પી લીધું હતું. પિતાએ પુછતાછ કરતાં જિંદગીથી કંટાળીને આ પગલું ભર્યાનું તેણે કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ જેતપુર પોલીસને જાણ કરી હતી.

(1:04 pm IST)