News of Saturday, 13th January 2018

ક્રાઇમ બ્રાંચ અને માલવીયાનગરના બે દરોડાઃ ૨૧ બોટલ દારૂ કબ્જે

વિજયસિંહ ઝાલાની બાતમી પરથી મનિષને પકડાયોઃ કોન્સ. રણછોડભાઇએ રાજૂ લીંબડની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૩: વિદેશી દારૂના બે દરોડામાં ડીસીબીને ૧૬ અને માલવીયાનગર પોલીસે પાંચ બોટલ સાથે બે શખ્સને પકડી લીધા હતાં.

ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. ધાંધલીયા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, સામતભાઇ ગઢવી, પદુભા, જીજ્ઞેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વિજયસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી ગાયત્રીનગર મેઇન રોડ ઢોલરીયાનગર-૭માં 'દરિયાલાલ કૃપા' નામના મકાનમાં દરોડો પાડી મનિષ ચંપકભાઇ પૂજારા (ઉ.૨૭)ને રૂ. ૫૭૬૦ના ૧૬ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

જ્યારે માલવીયાનગરના પી.એસ.આઇ. પી.એલ. ધામા, વેલુભા ઝાલા, રણછોડભાઇ આલ સહિતના સ્ટાફે ગોંડલ રોડ વૈદ વાડી પટેલ વિહાર પરોઠા હાઉસ પાસે રવિ ઇન્ડસ્ટ્રીઝ નજીકથી રાજુ ભાઇલાલભાઇ લીંબડ (ઉ.૫૨-રહે. આવધ રેસીડેન્સી, બાપા સિતારામ ચોક, રોયલ એવન્યુ બ્લોક નં. એફ-૧૦૩, મવડી રોડ)ને રૂ. ૧૫૦૦ના પાંચ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(1:03 pm IST)
  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • અમદાવાદની કાંકરીયા પતંગ બજારમાં આગ : ૫થી ૬ સ્ટોલ સળગી ગયા access_time 12:51 pm IST

  • અમદાવાદમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવી: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવ્યા : સીતારામ ચોક પાસે બન્યો બનાવ : સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 11:44 am IST