Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાજશકિત ક્ષત્રિય યુવક મંડળના પ્રમુખપદે રાજેન્દ્રસિંહ પરમાર બિનહરીફ

મંત્રી તરીકે વનરાજસિંહ જાડેજા પણ બિનહરીફ

રાજકોટઃ અહિંના રૈયારોડ વિસ્તારના બ્રહ્મસમાજ, ગાંધીગ્રામ, ક્ષત્રીય પરિવારના શ્રી રાજશકિત ક્ષત્રીય યુવક મંડળના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જે. પરમાર મુળીની સતત ૯માં વર્ષે તેમજ મંત્રી તરીકે સતત બીજા વર્ષે વનરાજસિંહ પી. જાડેજા (પીપરડી)ની બિન હરીફ વરણી કરવામાં આવેલ છે.

રાજેન્દ્રસિંહ જે.પરમાર સમાજની ઘણી બધી સંસ્થાઓમાં કાર્યરત છે. જેમાં પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસી રાજકોટના માનદ્દ મંત્રી તરીકે ૨૫ વર્ષથી સેવા આપે છે. તેમજ રાજા ભોજ જનકલ્યાણ સેવા સમિતિ રતલામના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે તેમજ પરમાર પવાર રાષ્ટ્ર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે તેમજ રાજકોટ જિલ્લા પેન્સન સમાજ અને ખેતી વાડી પેન્સન તેમજ બોલબાલા ટ્રસ્ટ સાથે સતત કાર્યશીલ છે. આ સંસ્થા ૨૬માચં વર્ષમાં પ્રવેશ કરી રહી છે.

બિન હરીફ વરણીને સંસ્થાના સભ્યો સર્વશ્રી મેઘરાજસિંહ ઝાલા (રાજચરાડી), શકિતસિંહ ઝાલા (રાસ્કા), જયેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા (રાજચરાડી), રામદેવસિંહ ઝાલા, વાસુદેવસિંહ ઝાલા (અંકવાળીયા), નિર્મળસિંહ ઝાલા (વઘાસીયા), નવલસિંહ વાઘેલા (બગથરા), તેજુભા વાઘેલા (જેગડવા), ભુપેન્દ્રસિૈંહ પરમાર (મૂળી),  નરેન્દ્રસિંહ ગોહિલ (ભારોલી), રાજેન્દ્રસિંહ વાળા (હરિયાસણ), વિપુલસિંહ વાળા (ઢાંક), હરપાલસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા (પીપરડી), દિગ્વિજયસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા (ફરાદી), સિધ્ધરાજસિંહ જાડેજા (સાતુદળ), અભિજીતસિંહ જાડેજા (ખીજદળ) સર્વેએ આવકારી અભિનંદન આપેલ છે.

(3:31 pm IST)