Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

શહેરના ૨૧ ASIને PSIતરીકે બઢતી

રાજકોટ તા. ૧૨: શહેરમાં લિવ રિઝર્વમાં રહેલા ૧૮ સહિત ૨૧ બિનહથીયારી એએસઆઇ (આસી. સબ ઇન્સ્પેકટર)ને કાર્યકારી (એડહોક) પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે આ તમામને અલગ અલગ પોલીસ સ્ટેશન અને વિભાગોમાં નિમણુંક આપવામાં આવી છે.

પોલીસ કમશિનર મનોજ અગ્રવાલે જેમને એએસઆઇમાંથી બઢતી સાથે નિમણુંક આપી છે તેમા સતરૂપીબેન સાજીતીયા નાયરને પાસપોર્ટ શાખામાં, દયાબેન ભવાનભાઇ કાકડીયાને  ઝોન-૧માં રીડર પીએસઆઇ તરીકે, મિતલબેન રણવીરભાઇ ઝાલાને રીડર શાખામાં, કર્મદિપભાઇ ઉદયભાઇ વાળાને બી-ડિવીઝન, મહેશભાઇ વરજાંગભાઇ લુવાને ગાંધીગ્રામ, કેયા રાજેશકુમાર ચોટલીયાને ટ્રાફિક શાખા, ધર્મેશભાઇ ભરતભાઇ ખેરને એ-ડિવીઝન, સુરેશભાઇ રણછોડભાઇ જોગરાણાને પ્ર.નગર, ગોૈતમભાઇ ખોડાભાઇ પરમારને માલવીયાનગર, દિનેશભાઇ વીરાભાઇ ખાંભલાને તાલુકા પોલીસ સ્ટેશન, રાજુભાઇ હીરાભાઇ કોડીયાતરને રીડર (એસીપી પશ્ચિમ), ધર્મેશભાઇ વીરભાનુભાઇ બાલસરાને ગાંધીગ્રામ-૨, પુષ્પાબેન નાનજીભાઇ પરમારને રિડર (એસીપી દક્ષિણ), અમિતાબેન વનરાજભાઇ બકુત્રાને ભકિતનગર, નસરીન જુનેદભાઇ બેલીમને મહિલા પોલીસ સ્ટેશન, જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજાને એરપોર્ટ પોલીસ સ્ટેશન, હરદેવસિંહ નટવરસિંહ રાયજાદાને રીટર (એસીપી ઉત્તર), હાર્દિકભાઇ પ્રદ્યુમનભાઇ રવૈયાને ટ્રાફિક શાખા તથા કુવાડવાના નિરવભાઇ રામજીભાઇ વાણીયાને કુવાડવામાં જ નિમણુંક અપાઇ છે.

(3:29 pm IST)