Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સાચી રે મારી સત રે.... ભવાની માઁ અંબા ભવાની માઁ

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ધરમનગર મેઇન રોડ નજીક આવેલ રવિ રેસીડેન્સી ખાતે છેલ્લા ૧૯ વર્ષથી આસો નવરાત્રીનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવે છે. ગરબીમાં ૫૫ બાળા અને ૨૬ બાળકો અવનવા રાસ રજૂ કરે છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. સાઉન્ડ સિસ્ટમ ઉપર રાસની રમઝટ જામે છે. શ્રી રવિ રેસીડેન્સી ગરબી મંડળના આયોજનને યાદગાર બનાવવા હિમાંશુભાઇ દવે, જયપ્રકાશભાઇ રાવલ, દેવેન્દ્રભાઇ ધગત, જીજ્ઞેશભાઇ રાઠોડ, વંદિત સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની રમઝટ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:27 pm IST)