Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રંગે રમે આનંદે રમે રે... આજ નવદુર્ગા ગરબે રમે

રાજકોટ : આસો નવરાત્રી હાલ મધ્યમાં છે દરરોજ સમી સાંજ થાય અને ધૂપ-દીપ-ગરબાથી સમગ્ર માહોલ તેજોમય બને છે. શેરી ચોક ચાચરના ચોક બને છે ને રાસની રમઝટ જામે છે. શ્રી નવદુર્ગા ગરબી મંડળ - ગાંધીગ્રામ : શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગોવિંદનગર ખાતે છેલ્લા ૨૭ વર્ષથી શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આસો નવરાત્રીનું ખૂબ ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. હાલ ગરબી મંડળની ૨૭ બાળાઓ ભુવા રાસ, ખંજરી રાસ, ટીપ્પણી રાસ, બેડા રાસ, તાલી રાસ સહિતના રાસની રમઝટ બોલાવે છે. ગરબી મંડળના ભવ્ય આયોજનને દિપાવવા હસુભાઇ ડાંગર, બાબુભાઇ મકવાણા, જયેશભાઇ શિયાળ, મહેશભાઇ ડાંગર, બાબુભાઇ રાદડીયા, અશોકભાઇ ડાંગર સહિતના જહેમત ઉઠાવે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:27 pm IST)