Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા વિજયાદશમીએ શુક્રવારે શસ્ત્રપુજન વિરાંજલી શહીદી વંદના

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અને ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠનના ઉપક્રમે

રાજકોટઃ તા.૧૨, શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના તથા શ્રી ગુજરાત રાજપુત ક્ષત્રિય સંગઠન દ્વારા આગામી વિજયાદશમી (દશેરા) નિમિતે વૈદિક પધ્ધતિથી પરંપરાગત ભવ્ય શસ્ત્ર પુજન કાર્યક્રમનું આયોજન આ વખતે તા.૧૫ને શુક્રવારના રોજ સવારે ૮ કલાકે શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજની વાડી ખાતે યોજાશે તથા શ્રી ક્ષત્રિય રાજપુત સમાજના ભારતીય સેના અને સશસ્ત્રદળોમાં ભારતીના રખેવાળ વીરગતિને પ્રાપ્ત થયેલ આપણા શહીદ બંધુઓને વિરાંજલી અર્પણ કરવાનો શહીદી વંદનાનો કાર્યક્રમ પણ રાખેલ છે.

ક્ષત્રિયો દશેરાને દિવાળી કરતા પણ મોટો તહેવાર ઉત્સવ માને છે કેમ કે આ દિવસે ધર્મને બચાવવા ભગવાન શ્રી રામચંદ્રજી એ રાવણને હણ્યો હતો અને માં જગદમ્બા ભવાની એ મહિશાસુરનો વૈદ્ય કર્યો હતો ને જગતમાં શાંતિનું સ્થાપન કયુ હતુ. શસ્ત્ર એ જ ક્ષત્રિયોના વાસ્તવીક દેવતા છે જેમની ઉપાસનાથી શ્રી અને શકિત પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય રાજપુત પરંપરા અનુસાર ખડગ (તલવાર)માં સાક્ષાતમાં ભવાની (કુલ સંરક્ષણી) નો નિવાસ માનવામાં આવે છે. એટલા માટે ખડગ શસ્ત્રની પુજા કુળદેવીના સ્વરૂપમાં કરવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

સર્વે ક્ષત્રિય રાજપુત બંધુઓને સાંસ્કૃતિક વૈદીક મંત્રોચ્ચાર સાથેના આયુદ્ય સંધાનવિધિ વિજયાદશમી શસ્ત્ર પુજન કાર્યક્રમ તથા વિરાંજલી શહીદી વંદના કાર્યક્રમમાં આયુદ્ય (શસ્ત્ર) અને પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયુ છેે.

તા.૧૫ શુક્રવાર, સમય સવારે ૮ કલાકે, સ્થળઃ શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજની વાડી રામનાથપરા શેરી નં.૧૨ રાજકોટ 

તસ્વીરમાં રાજપુત સમાજના આગેવાનો સર્વેશ્રી મહેશસિંહ રાજપુત મો.૯૮૨૪૪ ૦૮૦૦૪, ચંદુભા પરમાર ૯૯૭૯૯ ૦૦૦૦૧, ચંદ્રસિંહ ડોડીયા, સંદીપસિંહ ડોડીયા, ભગીરથભાઇ ખુમાણ, યુવરાજસિંહ ડોડીયા, અનિલસિંહ પરમાર, ભાવસિંહ ડોડીયા, દિપકસિંહ ઝાલા, રવિરાજસિંહ વાળા અને કેયુરસિંહ ઝાલા નજરે પડે છે.

(3:26 pm IST)