Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જંકશન રોડ પર નંદકિશોર હોલ પાસે અજાણ્યા યુવાનનું બીમારી સબબ મોત

૩પ વર્ષિય યુવાનના જમણા હાથે ટેટુ અને ડાબાહાથમાં અંગ્રેજીમાં જીએસ ત્રોફાવ્યું છે

રાજકોટ તા. ૧ર : જંકશન મેઇન રોડ પર નંદકિશોર હોલ પાસે એક અજાણ્યા યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજતા પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જંકશન મેઇન રોડ પર નંદકિશોર હોલ પાસે આશરે ૩પ વર્ષનોએક અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ નીટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એસ.સાકરીયા તથા રાઇટર ગૌત્તમભાઇએ તપાસ હાથધરી છે કૃતક યુવાને ટીશર્ટ અને બ્લ્યુકલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તેણે જમણા હાથમાં ટેટુ અને ડાબા હાથમાં અંગ્રેજીમાં જી.એસ.ત્રોફાવેલ છે. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નં.૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:22 pm IST)