Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સરકાર કપાસની ખરીદી ઝડપથી ચાલુ કરેઃ મગફળીમાં ભેજમાં ર ટકાનો વધારો તો...ઉતારામાં પ ટકાનો ઘટાડો કરો

ભારતીય કિસાન સંઘનું સૂત્રોચ્ચાર સાથે આવેદનઃ મુખ્યમંત્રીને રજૂઆત

ભારતીય કિસાન સંઘે કપાસ-મગફળી અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૧રઃ ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી કપાસની ખરીદી ટેકાના ભાવે ઝડપથી ચાલુઁ કરવા તથા ટેકાના ભાવે મગફળીના ખરીદીમાં ઉતારા તેમજ ભેજના ટકામાં ફેરફાર કરવા માંગણી કરી હતી.

આવેુદનમાં જણાવ્યું હતું કે, ર૦ર૦નું વર્ષમાં સરકારે ખેડૂતની ઘણી બધી જણસના ટેકાના ભાવની જાહેરાત કરીને બહુ સારૃં કામ કરેલ છે. પરંતુ કપાસની ટેકાના ભાવની ખરીદીની સરકારે કોઇપણ જાતની જાહેરાત કરેલ નથી.

ગયા વર્ષે પણ સૌરાષ્ટ્રની કપાસની ખરીદીમાં ઘણા બધા ખેડૂતો બાકી હોવા છતાં સી.સી.આઇ. એ રાતોરાત કપાસની ખરીદી બંધ કરેલ હતી. વારંવાર રજુઆત કરવા છતાં બાકી રહેલા ખેડૂતોના માલની ખરીદી કરેલ નથી. તો આ વર્ષે દરેક ખેડૂતનો ખરીદીમાં વારો આવે તેના માટે તાત્કાલિક ખરીદીની જાહેરાત કરે.

આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિનું છે. ગુજરાતમાં ખૂબ જ વરસાદ પડયો અનેક વિસ્તારમાં ખાના-ખરાબી જોવા મળેલ છે. અને તમામ લોકોને ખૂબ નુકસાન થયેલ છે. અને જયારે પાક સંપૂર્ણ તૈયાર થયો ત્યારે માવઠાના પાછળના વરસાદને કારણે કપાસ મગફળી અને કઠોળના તમામ પાક નિષ્ફળ ગયેલા છે. અતિવૃષ્ટિ અને વધારે વરસાદના કારણે મગફળીના ઉતારો પણ ગયા વર્ષ કરતા ઓછો આવશે. સરકારી નિયમ પ્રમાણે ઝીણી મગફળીમાં ૬પ% અને જાડી મગફળીમાં ૭૦% ઉતારાનો નિયમ છે. તો આ વર્ષે અતિવૃષ્ટિના સમયમાં ઉતારામાં પ%નો જોઘટાડો કરવામાં આવે તો જ ખેડૂતોને પુરેપુરી મદદ મળે.

આ વર્ષએ મગફળીમાં પણ ભેજનું પ્રમાણ વધારે હોવાથી ટેકાની ખરીદીમાં ભેજનું પ્રમાણ નિયમ પ્રમાણે ૮% છે. જો તેમાં માત્ર ર% વધારો કરવામાં નહિ આવે તો ખેડૂતોનો માલ ભેજને હિસાબે પાછો જશે. તો ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા સરકારને રજૂઆત છે કે ખેડૂતોને આવા મુશ્કેલીના સમયમાં ટેકાની ખરીદીમાં ભેજમાં ર%નો વધારો અને ઉતારામાં પ%નો ઘટાડો તાત્કાલિક કરવામાં આવે. આવેદન દેવામાં પ્રમુખ દિલીપભાઇ સખીયા અને અન્યો જોડાયા હતા.

(3:37 pm IST)