Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મીલપરાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગાડી ધોવાની ના પાડતા અજયભાઇ તન્ના પર હુમલો

રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા પીયુષ, જયેશ અને બે અજાણ્યા સામે ગુનો

રાજકોટ,તા. ૧૨: મીલપરા મેઇન રોડ લક્ષ્મીવાડીમાં આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગાડી ધોવાની ના પાડવા જતા યુવાન પર એપાર્ટમેન્ટમાં જ રહેતા ચાર શખ્સોએ ધોકા અને પટ્ટાથી માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લક્ષ્મીવાડી શેરી નં. ૯ (૨૫)માં આવેલા રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા અજયભાઇ નંદલાલભાઇ તન્ના (ઉવ.૪૧) ગઇ કાલે એપાર્ટમેન્ટના પાર્કીંગમાં હતા. ત્યારે એપાર્ટમેન્ટમાં જ રહેતા પીયુસ રાધનપુરા પોતાની ગાડી ધોતા હતા. ત્યારે અજયભાઇએ તેને પાર્કિંગ સાફ કરવાનું કહેતા પીયુસ ઝઘડો કરવા લાગ્યો હતો. દરમ્યાન બીલ્ડીંગમાં રહેતા જયેશ સોની અને બીજા બે અજાણ્યા શખ્સોએ આવી અજયભાઇ સાથે બોલા ચાલી કરી ચારેયએ ઉશ્ેકરાઇને છરી, ધોકા તથા પટ્ટા વડે માર માર્યો હતો. દેકારો બોલતા મિત્ર કુલદીપભાઇ નકુમ સહિતના લોકો ભેગા થઇ ગયા હતા અને અજયભાઇને છોડાવ્યા હતા. બાદ અજયભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસડાયા હતા. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ ડી.એ.ધાંધાયા તથા રાઇટર નિલેષભાઇએ અજયભાઇ તન્નાની ફરિયાદ પરથી ચારેય સામે તપાસ હાથ ધરી છે.

(2:52 pm IST)