Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ચોમાસાની વિદાયને બ્રેક

સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ

બંગાળની ખાડીનું ડિપ્રેશન વધુ મજબૂત બની ડિપડિપ્રેશનમાં થશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૨થી ૧૯ સુધીની આગાહી, મુખ્યત્વે વરસાદ તા.૧૫થી ૧૯ ઓકટોબર દરમિયાન જોવા મળશે : દક્ષિણ ગુજરાતમાં હળવો - મધ્યમ - ભારે : અમુક દિવસે અલગ અલગ જગ્યાએ, સિમિત વિસ્તારોમાં વધુ ભારે, ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૧૦૦ મી.મી. (૪ ઈંચ) સુધી શકયતા : સૌરાષ્ટ્રના દરિયાઈપટ્ટીના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને લાગુ રાજકોટ જિલ્લામાં હળવો - મધ્યમ, છુટાછવાયા વિસ્તારોમાં ભારે, ભારે વરસાદવાળા સેન્ટરોમાં આગાહીના સમયમાં કુલ ૬૦ મી.મી. (મધ્ય, પૂર્વ ગુજરાતમાં પણ) વરસાદની શકયતા

રાજકોટ, તા. ૧૨ : બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ્સ બનતા નૈઋત્યના ચોમાસાની વિદાયને બ્રેક લાગી ગઈ છે. બંગાળની ખાડીની સિસ્ટમ્સ વધુ મજબૂત બની ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આ સિસ્ટમ્સની અસરથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે, બંગાળની ખાડીમાં અંદામાન નિકોબાર નજીક લોપ્રેશર છવાયેલુ જે ક્રમશઃ મજબૂત બની ગઈકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ હતું. જે પશ્ચિમ બંગાળની ખાડીમાં છે. જેનું લોકેશન ૧૬ ડિગ્રી નોર્થ, ૮૪.૫ ઈસ્ટ અને તે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. આંધ્રના દરિયા કિનારે આવતીકાલે સવારે કાઠીનાડા નજીક ત્રાટકશે. પવનની ઝડપ હાલમાં ૪૫ થી ૫૫ કિ.મી.ની છે. (૧ કલાક) ઝાટકાના પવન ૬૫ કિ.મી.ના ફૂંકાઈ રહ્યા છે. આ સિસ્ટમ્સ આજે સાંજ સુધીમાં વધુને વધુ મજબૂત બને એટલે કે ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જયારે પવન હાલમાં છે તેના કરતા ૧૦ કિ.મી.નો વધારો જોવા મળશે.

આ સિસ્ટમ્સને આનુસાંગિક સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી. સુધી છવાયેલ છે. હવે ૩.૧ કિ.મી. અને ૫.૮ કિ.મી.ના લેવલનું સાયકલોનીક સરકયુલેશન છે. તેનો ટ્રફ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર સુધી ફેલાયેલ છે. તા.૧૫ આસપાસ હાલની ડિપ્રેશન સિસ્ટમ્સ છે જે મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર તરીકે સરકશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૧૨ થી ૧૯ સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે, વરસાદની મુખ્ય અસર ૧૫મી ઓકટોબરથી ૧૯મી સુધી જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવો - મધ્યમ - ભારે, અમુક અમુક દિવસે અલગ અલગ જગ્યાએ તેમજ સિમીત વિસ્તારોમાં વધુ ભારે પડશે. વધુ ભારે વરસાદવાળા વિસ્તારોમાં ૧૦૦ મી.મી. (૪ ઇંચ) સુધી શકયતા છે.

જયારે સૌરાષ્ટ્રના દરિયાઈપટ્ટીના જિલ્લાઓ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને લાગુ રાજકોટ જિલ્લામાં હળવો - મધ્યમ છુટાછવાયા વિસ્તારોમાં અલગ અલગ દિવસે અને સીમીત વિસ્તારોમાં ભારે તેમજ ભારે વરસાદવાળા સેન્ટરોમાં આગાહીના સમય દરમિયાન કુલ વરસાદ ૬૦ મી.મી. (મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ) સુધી પડે તેવી સંભાવના છે.

જયારે બાકીના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઝાપટા, હળવો અને કયાંક સીમીત વિસ્તારમાં મધ્યમ વરસાદ પડશે.

આ સિસ્ટમ્સ અરબી સમુદ્રમાં થોડા દિવસ રહેવાની હોય સિસ્ટમ્સની તીવ્રતા અનુસાર લોકેશન ફરશે તેમ પવનો અને વાદળાઓ પણ સિસ્ટમ્સના લોકેશન આધારીત જોવા મળશે. પવનનું જોર પણ રહેશે. જેથી હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે લો-પ્રેસરની અસરથી દક્ષિણ ગુજરાતમાં ૧૪મીએ

સામાન્ય વરસાદ રહેવાની શકયતા

રાજકોટ : રાજયમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં સામાન્ય વરસાદના ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

(3:38 pm IST)
  • અત્યારે બપોરે ૧૨:૩૦ વાગ્યે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પત્રકાર પરીષદમાં મહત્વની જાહેરાત કરશે. access_time 12:46 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 71 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 49,2477 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 71,00,758 થયો :એક્ટીવ કેસ ઘટીને 8,65,125 થયા : વધુ 50,943 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 61,25,806 રિકવર થયા : વધુ 390 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,08,761 થયો access_time 12:04 am IST

  • બિહારમાં ચૂંટણી માટેના ઉમેદવારી પત્રકમાં બહાર આવ્યા ગરબડ ગોટાળા : વર્તમાન સરકારના મિનિસ્ટર જયકુમારની ઉંમરમાં ગઈ ટર્મ કરતા 10 વર્ષનો વધારો થઇ ગયો : બીજેપી ઉમેદવાર નીક્કી હેમબ્રામની ઉંમરમાં પાંચ વર્ષ પછી પણ કંઈ વધારો નહીં : સોગંદનામા સાથે ભરાયેલા ઉમેદવારી પત્રકોમાં ખુદ નેતાઓએ બેદરકારી દાખવી હોવાના અહેવાલો access_time 1:30 pm IST