Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

એકલગીત સ્પર્ધા સંપન્ન

ભારત વિકાસ પરિષદ દ્વારા એકલગીત સ્પર્ધા યોજાઇગઇ. નટરાજનગર શાખા દ્વારા વિજેતાઓને પ્રમાણપત્ર, ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ધો.૬ થી ૮ વિદ્યાર્થી વિભાગમાં પ્રથમ  ક્રમે રાઠોડ રિયા, દ્વિતિય ક્રમે દિયા મચ્છર વિજેતા જાહેર થયા.  બીજા વિભાગ ધો.૯ થી ૧ર વિદ્યાર્થી વિભાગમાં પ્રથમ ક્રમે અંબાસણા ધ્રીતી, દ્વિતિય ક્રમે ગોહેલ ક્રિષા, તથા તૃતિય ક્રમે વિતિકા પટેલ, વિજેતા જાહેર થયા. વિજેતાઓને શાખાના ઉપપ્રમુખ ડો.ભાવિનભાઇ ધમસાણિયા, સંયોજક રાજેશભાઇ સવનિયા, સહમંત્રી ડો.ધારાબેન તથા મનોજભાઇ પુરોહિતના હસ્તે પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. સ્પર્ધાને સફળ બનાવવા માટે શાખાના સંયોજક રાજેશભાઇ સવનિયા, સહમંત્રી મનોજભાઇ પુરોહિત તથા વિજયભાઇ ભટ્ટ જહેમત ઉઠાવેલ એમ પ્રમુખ સંજયભાઇ કોટક તથા મંત્રી મનિષભાઇ ભાયાણીની યાદીમાં જણાવાયું છે.

(3:00 pm IST)