Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોના સર્વેલન્સનો ત્રીજો રાઉન્ડ શરૂ

અગાઉના બે રાઉન્ડમાં ૩II લાખ ઘરોનો સર્વે થઇ ગયો છેઃ જયાં સર્વેની ના પાડશે ત્યાં પોલીસની મદદથી મેડીકલ ચેક-અપ થશેઃ સંક્રમણ અટકાવવા ઉદીત અગ્રવાલ સતત પ્રયત્નશીલ

રાજકોટ, તા., ૧૨: શહેરમાં કોરોનાનો કહેર રોકવા મ.ન.પા.નાં તંત્રએ એડી ચોટીનું જોર લગાવી રહયું છે. કોરોના પોઝીટીવનો શોધવા માટે અગાઉ બે-બે વખત શહેરના અંદાજે ૩ાા લાખ મકાનોમાં સર્વેલન્સ થઇ ગયા બાદ આજથી ફરી વખત સર્વેલન્સનો ત્રીજો રાઉન્ડ શરૂ કરી દીધો છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જાહેર કર્યુ છે કે કોરોનાની ચેઇન તોડવા માટે દરેક ઘરમાં મેડીકલ ચેક-અપ અને સર્વેની કામગીરીના અગાઉ બે રાઉન્ડ પુરા થઇ ગયા છે. જેમાં ઘણા પોઝીટીવ કેસ મળ્યા હતા.

આમ છતા હજુ પણ વધુ એક ત્રીજો રાઉન્ડ સર્વેલન્સનો શરૂ કરાયો છે.

આ સર્વે દરમિયાન દરેક ઘરમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓ શોધવા, ઓકસીજન ઓછુ હોય તેવા, વગેરે બાબતોનો ઉંડાણપુર્વક સર્વે થાય છે અને જરૂર લાગે તેનો કોરોના ટેસ્ટ કરીને સારવાર, આઇસોલેશન કોરન્ટાઇનની કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સોસાયટીઓ, કોમ્પલેક્ષ માર્કેટ, બજારો, સરકારી કચેરીઓમાં પણ કેમ્પો યોજી કોરોના પોઝીટીવ આવે તેને સારવાર વગેરેની કામગીરી પણ જોર-શોરથી ચાલુ છે.

સર્વે દરમિયાન જો કોઇ મકાનધારક સર્વેમાં સહકાર ન આપે તો પોલીસની મદદ લઇને તેનું મેડીકલ ચેક-અપ અને કોરોના ટેસ્ટ થાય આમ કોરોના સંક્રમણ રોકવા મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ સતત પ્રયત્નશીલ છે.

(3:26 pm IST)