Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોના આફતમાં આશિર્વાદ સમો બન્યો કોવિડ-૧૯નો કન્ટ્રોલ રૂમઃ ૭ દિ'માં ૯૫૦ કોલ

નોડલ ઓફિસર એન.એફ. ચોૈધરીની રાહબરીમાં ટીમોની ચોવીસ કલાક સેવા

રાજકોટ તા. ૧૨ : કોઇપણ આફત કે અકસ્માતના બનાવમાં ઘટના અંગે ખોટી અફવા કે જાણકારીના અભાવે અનેક મૂશ્કેલીઓ સર્જાતી હોય છે. આથી જ કોરોના વાયરસની આફતમાં લોકોને સાચી-સચોટ જાણકારી અને માર્ગદર્શન માટે વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલ કોવિડ-૧૯ હેલ્પલાઇન સેન્ટર આશિર્વાદસમું સાબિત થઇ રહ્યું છે. આ સેવા તાલીમબદ્ઘ ૧૬ જેટલા શિક્ષકો અને મહાનગર પાલિકાના ચાર કર્મીઓ દ્વારા શિફટવાઈઝ ૨૪*૭ ઉપલબ્ધ કરાવાઈ રહી છે.

રાજકોટ કલેકટર કચેરીના ત્રીજા માળે કાર્યરત કોવિડ-૧૯ હેલ્પલાઇન સેન્ટરના નોડલ ઓફિસર અને અધિક કલેકટર એન.એફ.ચૌધરી કહે છે કે, કોરોનો વાયરસની આપત્ત્િ।માં લોકો ખોટી જાણકારીના  અભાવે કોઇ ડર કે ભય ન ફેલાય, લોકોને મોરલ સપોર્ટ મળી રહે, ઉપરાંત વ્યાપક જનજાગૃતિ ફેલાય તેવા આશય સાથે આ હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આનંદની વાત એ છે કે, આ સેવાનો લાભ મેળવ્યા બાદ લોકોને સાચી જાણકારી અને માર્ગદર્શનના આધારે ઉચિત સેવા સરળતાથી ઉપલબ્ધ થતાં લોકો સામેથી ટેલીફોન દ્વારા હોશે હોશે આભાર પ્રગટ કરતો પ્રતિભાવ આપે છે.

આ હેલ્પલાઇન માટે તાલીમબદ્ઘ ૧૬ જેટલા શિક્ષકો અને  અને ચાર નગર પાલિકાના કર્મીઓ સિફટવાઈઝ ફરજ બજાવી રહ્યા છે. ૭ દિવસથી શરૂ કરાયેલા આ સેવામાં ૯૫૦ જેટલાં કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી- સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અંગેની પૃચ્છા, કોરોના વાયરસના ટેસ્ટ માટે સરકારી-ખાનગી લેબોરેટરીની માહિતી અંગે તેમજ કોવિડ -૧૯ સબંધી અન્ય સચોટ જાણકારી લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે

શ્રી ચૌધરીએ હેલ્પલાઈન સેન્ટરના નંબર ૯૪૯૯૮ ૦૪૦૩૮, ૯૪૯૯૮ ૦૬૪૮૬, ૯૪૯૯૮ ૦૧૩૩૮, ૯૪૯૯૮ ૦૬૮૨૮, ૯૪૯૯૮ ૦૧૩૮૩ પરની આ વિશેષ સેવાનો વ્યાપક લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

(2:25 pm IST)