Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૬પ લાખની વીજચોરીના ગુનામાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ તા.૧ર : ૬પ લાખની વીજચોરીના ગુનામાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરી અદાલતે જામીનપર છોડવાનો હુકમ કર્યો હતો.

અત્રેના બનાવની વિગત એવી છે ગઇ તા.ર૦-૧ર-ર૦૧૯ રોજ રાજકોટના  જીયુવીએનએલ પો. સ્ટે.માં પીજીવીસીએલ વાવડા સબ ડીવીઝનના નાયબ ઇજનેર ધર્મેશભા સિંગરખકીયા દ્વારા બજરંગ ઇન્ડસ્ટ્રીઝ એરીયા ગામ લોથડામાં રકમ રૂ.૬પ૭૭૮૦૭.૦૮ની વીજ ચોરી થયા બાબતેની ફરીયાદ આપવામાં આવેલહ તી. જે ફરીયાદના અનુસંધાને રાજકોટના જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં ઇન્ડીયન ।।લે. એકટ ર૦૦૩ની કલમ ૧૩પ મુજબનો ગુન્હોદાખલ થયેલ હતો. ત્યારબાદ ઇન્ડીયન ઇલે. એકટની કલમ ૧પ૦નો ઉમેરોથયેલ હતો.

ત્યારબાદ આ આ કામના અરજદાર આરોપીગીરીશભાઇ નંદલાલભાઇ પંડયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અને ચાર્જશીટ ફાઇલ થતાં આરોપી ગીરીશભાઇ પંડયા દ્વારા રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી.

બંન્ને પક્ષોની દલીલો સાંભળી અરજદાર પક્ષની દલીલ તથા રજુ કરવામાં આવેલા ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી અરજદાર ગીરીશભાઇ નંદલાલભાઇ પંડયાને રાજકોટના એડી. સેસન્સ જજ શ્રી જૈન શરતોને આધિન રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં આરોપી - અરજદાર ગીરીશભાઇ નંદલાલભાઇ પંડયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી જીતેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ઝાપડીયા, સાગરભાઇ એન. મેતા તથા ચિરાગ પી. મેતા રોકાયેલ હતા.

(2:24 pm IST)