Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ઉપલેટાના મોજ ડેમમાં દોઢ ફૂટ નવા નીરની આવક

ઉપલેટા શહેર સહિત ગ્રામ્ય પંથકના 8 ગામોને પીવાના પાણીનો અને સિંચાઇનો પ્રશ્ન હલ થશે.

રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ..ઉપરવાસમાં વરસાદના કારણે ઢાડા નજીક આવેલા મોજ ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા છે. ડેમમાં દોઢ ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. ડેમની કુલ જળ સપાટી 44 ફૂટ અને હાલ ડેમ 38.50 ફૂટ ભરાયેલો છે.ડેમમાં નવા નીરના પગલે ઉપલેટા શહેર સહિત ગ્રામ્ય પંથકના 8 ગામોને પીવાના પાણીનો અને સિંચાઇનો પ્રશ્ન હલ થશે.

(12:04 am IST)