Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હુડકો ચોકડી પાસેથી બે ચોરાઉ બાઇક સાથે ભાવેશ ઉર્ફે મુન્‍નો પકડાયો

આજીડેમ પોલીસે દબોચ્‍યોઃ બે બાઇકનો કબજો

રાજકોટ તા.૧ર : શહેરના હુડકો ચોકડી પાસેથી આજી ડેમ પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને બે ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ હુડકો ચોકડી નજીક એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની આજી ડેમ પોલીસ મથકના કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા તથા પ્રદિપસિંહ ગોહિલને બાતમી મળતા હુડકો ચોકડી પાસેથી ભાવેશ ઉર્ફે મુન્‍નો વેલજીભાઇ મકવાણા (ઉ.વ.૪૦) (રહે. હરીધવા) મેઇન રોડ અયોધ્‍યા સોસાયટી શેરી નં.૭)ને બે ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પુછપરછમાં એક બાઇક આજીડેમ ચોકડી પાસેથી તથા બીજુ બાઇક બે વર્ષ પહેલા આજી ડેમ ચોકડી રવિવારી બજારમાંથી ચોરી કર્યાની કબુલાત આપીહ તી. આ કામગીરી પી.આઇ. વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.કે.ગઢવી, એ.એસ.આઇ. યશવંતભાઇ, હેડ કોનસ. કૌશેન્‍દ્રસિંહ, રાજેશભાઇ, કૃણાલસિંહ, વીરેન્‍દ્રસિંહ, પ્રદિપસિંહ, જયદીપસિંહ, જગદીશસિંહ, ભીખુભાઇ તથા ધારાબેન દ્વારા કરવામાં આવી હતી.

(4:24 pm IST)