Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

તિરંગા યાત્રામાં નગરજનો સાથે જોડાતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ,પૂર્વ રાજ્‍યપાલ શ્રી વજુભાઇ વાળા,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રભારી મંત્રી,જીતુભાઇ વાઘાણી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી,મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં આજે યોજાયેલી તિરંગા યાત્રામાં ભાજપના સૌરાષ્‍ટ્રના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ પણ જોડાયા હતા.  તસવીરમાં તિરંગાયાત્રા કાર્યક્રમના શુભારંભ પહેલા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર દ્વારા ભાવવંદના કરતા  મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી સી આર પાટીલ   સાથે તિરંગા યાત્રાના પ્રારંભ સ્‍થળે નજરે પડે છે.  તસવીરમાં પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી ભરતભાઇ બોધરા,સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્‍યસભા સંસાસ શ્રી રામભાઈ મોકરિયા,ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર,ધારાસભ્‍ય શ્રી લખાભાઈ સાગઠિયા, ડેપ્‍યુટી મેયર શ્રીમતી દર્શીતાબેન શાહ,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, મહામંત્રી મનીષભાઈ ચાંગેલાઅને  સહિતના અગ્રણીઓ સાથે તિરંગા યાત્રામાં નજરે પડે છે.

(4:05 pm IST)