Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

શિવપરાના રફીકભાઇ નાગાણી લાપત્તા

રાજકોટ તા. ૧ર : રૈયા રોડ હનુમાન મઢી પાસે શીવપરા શેરી નં. ર મફતીયાપરામાં રહેતા રફીકભાઇ સીદીકભાઇ નાગાણી (ઉ.વ.૪૦) ગઇકાલે પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પરિવારજનોએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા પી. એસ. આઇ. એમ. વી. લુવાએ તપાસ હાથ ધરી છે. તેણે સફેદ શર્ટ અને કાળા કલરનું પેન્‍ટ પહેરેલ છે. તે અસ્‍થિર મગજના લીધે ઘરેથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્‍યુ છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧ રપ૮૮૦૮પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:00 pm IST)