Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હસતે હસતે કટ જાએ રસ્‍તે, ઝીંદગી યુ હી ચલતી રહે...

રાજકોટ : આજે ભાજપના દિગ્‍ગજ નેતાઓનો રાજકોટમાં મુકામ છે. રીમઝીમ વરસાદમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મંત્રી અરવિંદ રૈયાણીના ચહેરા ઉપર સ્‍મિત જોવા મળી રહ્યુ છે. આ આગેવાનોનું સ્‍મિત જોતા એવું લાગી રહ્યુ છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીત પાકી છે. તિરંગાયાત્રામાં જંગી મેદની જોવા મળતા મહાનુભાવોએ રાજીપો વ્‍યકત કર્યો હતો. તસ્‍વીરમાં સાંસદ રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ કમલેશ મિરાણી, વજુભાઈ વાળા, મેયર પ્રદિપ ડવ, ઉદય કાનગડ સહિતના આગેવાનો દૃષ્‍ટિગોચર થાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:59 pm IST)