Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જમીનનો બોગસ દસ્‍તાવેજ રજીસ્‍ટર કરવાના ગુન્‍હામાં સબ રજીસ્‍ટ્રારની આગોતરા જામીન અરજી રદ

રાજકોટઃ ગત તા.  ૨૫/૪/૨૨ના રોજ ફરિયાદી પબુભા જખરાભા નાયાણી  રહે શીવરાજપુર ગામ જી. દેવભૂમી દ્વારકા વાળાએ સી.આઇ.ડી.ક્રાઇમના અધિકારીને ગાંધીનગર ખાતે લેખીતમા ફરિયાદ કરેલ અને તે ફરિયાદમાં જણાવેલ કે દેવભૂમી દ્વારકા  જીલ્લાના શીવરાજપુર ગામના રેવન્‍યુ સર્વે નં. જુનો ૧૩૮/૨ તથા નવો સર્વે નં.૨૩ ની જમીન આશરે ૧૧ એકર તેમની વડીલોપાર્જીત આવેલ છે તે જમીનનો બોગસ વેચાણ દસ્‍તાવેજ સને ૨૦૧૦ની સાલમાં કલ્‍યાણપુરના સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં નોંધવામાં આવેલ છે.
તે ગુન્‍હામાં ફરિયાદ રજીસ્‍ટર કરી ગાંધીનગર સી.આઇ.ડી. કચેરી તરફથી રાજકોટ સી.આઇ.ડી. કચેરીમાં તપાસમાં મોકલવામાં આવતા જે તે સમયે સબ રજીસ્‍ટાર કલ્‍યાણપુરના સબ રજીસ્‍ટાર દિલીપભાઇ લાભશંકરભાઇ તેરૈયા હાલ રહે સાવરકુંડલા વાળાએ સેસન્‍સ કોર્ટમાં સદરહુ ગુન્‍હાના કામે આગોતરા જામીન અરજી કરતા સરકાર તરીકે સરકારી વકીલ હાજર રહેલ અને જમીન અરજીની વિરોધ કરતા રજુઆત કરેલ કે અરજદાર-આરોપી  સામે અગાઉ એ.સી.બી.મા તથા બોગસ દસ્‍તાવેજોના ગુન્‍હા નોંધાયેલ છે. તેથી આવા અરજદાર આરોપીને જામીન આપવા જોઇએ નહી. તે રજુઆત ને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ સી.બી.બી. જાદવે આગોતરા જામીન અરજી રદ કરેલ છે.
આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

 

(3:55 pm IST)