Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

આજના યુગમાં દિકરા- દિકરીઓને શિક્ષિત સાથે દિક્ષિત બનાવોઃ નરેન્‍દ્રબાપુ

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત દ્વારા ઈનામ વિતરણ સમારોહ સંપન્‍ન : ૨૮૦૦ બાળકોને ઈનામોથી નવાજવામાં આવ્‍યાઃ અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ અને પ્રવકતા રાજુભાઈ ધ્રુવની ઉપસ્‍થિતિ

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ દ્વારા આયોજીત વિદ્યાર્થી સન્‍માન સમારોહમાં પાંચ હજારથી વધુ સંખ્‍યામાં લોકો વરસાદી વાતાવરણમાં પણ ઉમટી પડયા હતા. આ કાર્યક્રમની શુભ શરૂઆત સમસ્‍ત કડિયા જ્ઞાતિના પ્રમુખ તેમજ શ્રી આપાગીગા ઓટલા મહંત શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી (નરેન્‍દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજ બાપુ)ની અધ્‍યક્ષતામાં શરૂઆત કરવામાં આવી  રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા સમગ્ર સમાજના આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ.
આ પ્રસંગે શ્રી આપાગીગા ઓટલા મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી)એ જણાવેલ કે આગળ વધતી આ સદીમાં તમારા દિકરા- દિકરીઓને  વધારેમાં વધારે શિક્ષિત બનાવવા તેમજ દિક્ષિત બનાવવાની ખુબ જ મોટી આવશ્‍યકતાઓ છે આ સદીઓ શિક્ષણ તેમજ સમાજના સંગઠનની જે સમાજની અંદર દિકરા- દિકરીઓ શિક્ષીત નહી હોય તે સમાજની કિંમત દિવસે દિવસે ઘટતી જતી હોય છે આપણા સમાજની અંદર આપણે જોઈએ છે કે દિકરીઓ ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍ત કરી રહી છે એના પ્રમાણમાં દિકરાઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછુ જોવા મળે છે તે ખુબ જ મોટી ચિંતાનો વિષય છે. વડીલોને માતાઓને હું હૃદયપૂર્વક અપીલ કરુ છુ કે તમારા  દિકરા- દિકરીઓને પેટે પાટા બાંધીને પણ વધારેમાં વધારે સારૂ શિક્ષણ મળે તેના માટેની આપ સૌ ચિંતા કરી રહ્યા છો. પરંતુ હજી પણ વધારે આ બાબતમાં ધ્‍યાન દેવાની આવશ્‍કયતા છે દિકરી શિક્ષીત બનતા બે ઘરને તારે છે અને તેઓના બાળકો પણ શિક્ષીત બની સમાજ સાથે તાલ મીલાવી શકે છે સાથે સાથે દિકરા- દિકરીઓ શિક્ષીત બને પરંતુ દિક્ષિત પણ બનાવાની આવશ્‍યકતાઓ છે.
દિકરા -દીકરીઓ સ્‍વતંત્ર હોવા જરૂરી છે પરંતુ સ્‍વચ્‍છંદ ન બની જાય તેમજ કોઈ ખોટા લોકોના દ્વારા ખોટી અફવાઓમાં આવી અને કયાંય ગેર માર્ગે ન દોરાઈ તે પણ ખુબ જ જરૂરી છે. વ્‍યસન મુકિતની જો વાત કરીયે તો પાન, બીડી, ગુટકા વિગેરે વસ્‍તુઓ પોતાને પણ ખાય જાય અને સાથે સાથે પોતાના કુટુંબની પણ બરબાદી નોતરે છે તો આવા વ્‍યસનોથી આપણી આવતી પેઢી દુર રહે તેવી વડીલોએ કાળજી રાખવાની પણ આવશ્‍યકતા છે જેથી કરી આપણી ભવિષ્‍યની પેઢી અન્‍ય વિકસીત સમાજ સાથે કદમથી કદમ મીલાવી આગળ વધી શકે. આ કાર્યક્રમમાં મેયર શ્રી પ્રદિપભાઈ ડવ, ગુજરાત સરકારના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, સૌરાષ્‍ટ્ર કચ્‍છના ભાજપ  પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ, રાજકોટ શહેર ભાજપા મહામંત્રી શ્રી નરેન્‍દ્રસિંહ ઠાકોર, રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશન પાર્ટીના નેતા શ્રી વિનુભાઈ ધવા, રાજકોટ  મ્‍યુનિસીપલ કોર્પોરેશન દંડક શ્રી સુરેન્‍દ્રસિંહ  વાળા ઉપસ્‍થિત  રહ્યા હતા.
રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશના આરોગ્‍ય શ્રી રાઠોડ દ્વારા હાલમાં કોરોનાની મહામારીને ધ્‍યાનમાં રાખી લોકોને પોતાની સ્‍વાસ્‍થ્‍યની તકેદારી રાખવા માટેનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યુ હતું.
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતી સમસ્‍ત રાજકોટના આ કાર્યક્રમમાં પોતાનું ઉદ્‌બોધન કરતા મેયર શ્રી પ્રદિપભાઈ ડવે જણાવ્‍યુ હતુ કે હુ અનેક કાર્યક્રમોમાં હાજરી આપુ છું પરંતુ આજે જે આ કાર્યક્રમ શ્રી નરેન્‍દ્રબાપુના સાનિધ્‍યમાં યોજાય રહ્યો છે. તે ખૂબ  જ અભૂતપૂર્વ છે, મે આજ સુધીના રાજકોટમાં યોજાતા શૈક્ષણિક ઈનામ વિતરણ કાર્યક્રમમાં કોઈપણ એક જ્ઞાતિનો આવડો મોટો કાર્યક્રમ નજરે નિહાળયો નથી જે તે ખુબ જ સરાહનિય બાબત છે શ્રી નરેન્‍દ્રબાપુ પોતે પણ દરેક સમાજના લોકોની શૈક્ષણિક જાગૃતિ આવે તેના માટે હરહંમેશા પ્રયત્‍નસિલ રહે છે વિગેરે બાબતો જણાવવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં  પોતાના પ્રાસંગીક ઉદ્‌બોધનમાં ગુજરાત સરકાર મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે અમે ગામમાં આવ્‍યા જે દરેક જગ્‍યાએ ખુબ જ વરસાદ છે અને ખુબજ સારૂ વાતાવરણ છે તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે અમારા વર્ષોના સાથી મિત્ર શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી દ્વારા આપણે સૌ જાણીયે છીએ કે સામાજીક રીતે કોઈપણ જ્ઞાતિનું કામ હોય તેમા તેઓ હંમેશા અગ્રેસર હોય છે. આટલી મોટી અને વિશાળ જનમેદનીમાં આવા વરસાદમાં એકત્રિત થવી એ માત્ર શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકીની આગેવાનીમાં જ સંભવ છે. સમસ્‍ત કડિયા જ્ઞાતિ સમાજને આ તકે શુભકામના પાઠવું છું.
આ તકે રાજકોટના શહેરના ધારાસભ્‍ય તેમજ પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ હતું કે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયાજ્ઞાતિ સમસ્‍તના દરેક કાર્યક્રમોનો હું  પોતે સાક્ષી છુ કે નરેન્‍દ્રભાઈ સોલંકી દ્વારા પોતાની જ્ઞાતિની ઈનામ વિરતરણનો કાર્યક્રમ હોય કે પછી સમગ્ર સમાજના લોકોને ચોપડા વિતરણનો કાર્યક્રમ હોય કે પછી શ્રાવણ મહિનામાં મીઠાઈ અને ફરસાણ વિતરણનો કાર્યક્રમ હોય કે પછી વયોવૃધ્‍ધ લોકોને જાત્રાઓ કરાવવાની હોય વૃધ્‍ધ લોકોને આજની કીટ વિતરણ કરવાનો હોય કે પછી મોટી ઉંમરના બહેનોને અંગ્રેજી શિક્ષણના કલાસીક કરાવવાના હોય શ્રી આપાગીગાના ઓટલા દ્વારા સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ જેવી કે પી.એસ.આઈ, એ.એસ.આઈ, તેમજ કલાક- ૨, કલાસ- ૩ના કોઈપણ પ્રકારના ઉપરોકત સર્વે કાર્યક્રમો તેઓશ્રીના દ્વારા સંપૂર્ણ પણે જ્ઞાતિ- જાતિના ભેદભાવ વગર વિનામૂલ્‍ય કરવામાં આવતા હોય છે. જે ખુબ જ સરાહની બાબત છે.
ડે.મેયર શ્રીમતી દર્શિતાબેન શાહે જણાવેલ કે હવે પછીની ભાવિપેઢીમાં શિક્ષણનો વ્‍યાપ ખુબ જ અગત્‍યનો છે જેના થકી તેઓ  પોતાનું ઘરનું ડેવલોપમેન્‍ટ કરી શકે છે અને તેના માટે સમસ્‍ત કડિયા જ્ઞાતિ દ્વારા પ્રોત્‍સાહન પુરૂ પાડવામાં આવે છે જે પણ ખુબ જ અગત્‍યની બાબત છે વિગેરે બાબતો જણાવવામાં આવેલ હતી.
 સૌરાષ્‍ટ્ર કચ્‍છના મ ભાજપા પ્રવકતા એવા શ્રી રાજુભાઈ ધ્રુવે કહેલ કે કડિયા સમાજના ઉત્‍થાન માટે તેમજ કડિયા સમાજની રાજકીય, સામાજીક, આર્થીક ડેવલોપમેન્‍ટમાં શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકીનો ખુબ જ મોટો સિંહફાળો આપેલ છે કોઈપણ સમાજના ઉત્‍થાન માટે નરેન્‍દ્રબાપુ સેવામાં હંમેશા અગ્રેસર હોય છે.
શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન અને રાજકોટ શહેર ભાજપના મહામંત્રી શ્રી નરેન્‍દ્રસિંહ ઠાકોર દ્વારા સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ જ્ઞાતિ સમસ્‍ત પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકીને વિશિષ્‍ટ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

 

(3:53 pm IST)