Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વિજ્ઞાન જાથા દ્વારા ચોઘડીયા - મુહુર્તો ફગાવી રક્ષાબંધનની ઉજવણી

રાજકોટ : વિજ્ઞાન જાથા દ્વારા મુહુર્ત કે ચોઘડીયામાં પડયા વગર લોકોને રક્ષાબંધન પર્વ મનાવવા અપીલ કરાઇ હતી. આ સંદર્ભે જાથા દ્વારા લોકજાગૃતિ અર્થે રાજયભરમાં કાર્યક્રમો પણ અપાયા હતા. જેમાં ચોઘડીયા-મુહુર્તની હોળી કરી આવી લેભાગુ પ્રવૃત્તિ કરનારાઓ વિરૂધ્‍ધ સુત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. બહેનોએ પોતાના ભાઇના કાંડે હોંશે હોંશે રાખડી બાંધી હતી. જાથાના રાજય કક્ષાના આ કાર્યક્રમનું ઉદ્દઘાટન એડવોકેટ જયંત પંડયાએ કર્યુ હતુ. શુભ અશુભ ભ્રામકતા સામે લોકોને સાચી માહીતીથી અવગત કરાયા હતા. આ કાર્યક્રમમાં સુનિતાબેન વ્‍યાસ, હર્ષાબેન પંડયા, ભક્‍તિબેન રાજગોર, અરૂણાબેન પરમાર, વાસંતીબેન ત્રિવેદી, કલ્‍પાબેન દવે, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, જસ્‍મિતાબેન આચાર્ય, નિર્મળાબેન પોપટ, શોભનાબેન ભાણવડીયા, હંસાબેન ચુડાસમા, લાભુબેન છૈયા, રતિબેન ભરવાડ, લાભુબેન ભાણવડીયા, ભક્‍તિબેન, મીનાબેન, રીટાબેન, ભારતીબેન ગંગદેવ, અલ્‍કાબેન પંડયા, પ્રસન્નાબા વાળા, વિનોદરાય ભટ્ટ, વિજયભાઇ જોબનપુત્રા, દિલીપભાઇ ચૌહાણ, અંકલેશ ગોહીલ, વિનુભાઇ ઉપાધ્‍યાય, પંકજભાઇ મહેતા, જીલ પરમાર, પ્રકાશ ગોહીલ, રોમિત રાજદેવ, દિપકભાઇ ડોલે, નલીનભાઇ ગંગદેવ, સંજયભાઇ ધકાણ, શૈલેષભાઇ પુજારા, અશોકભાઇ વગેરે સાથે જોડાયા હતા. 

(3:45 pm IST)