Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

‘કાઠીયાવાડ કસુંબો' પહેલ : રાષ્‍ટ્રધ્‍વજ જમા કરાવો અને ‘ચા' ની ચુસ્‍કી માણો

રાજકોટ : દેશભરમાં આઝાદીકા અમૃત મહોત્‍સવની ઉજવણી ચાલી રહી છે. ઘરે ઘરે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવા આહવાન કરાયુ છે. ત્‍યારે ‘કાઠીયાવાડી કસુંબો' દ્વારા પણ અનોખી રીતે દેશભક્‍તિ અદા કરવામાં આવી હતી. રાષ્‍ટ્રધ્‍વજ જમા કરાવો અને ચા ની ચુસ્‍કી મફત માણોની સ્‍કીમ મુકવામાં આવી હતી. આ કાર્યક્રમ રીલાયન્‍સ મોલના બીજા માળે રાખવામાં આવ્‍યો હતો. મુખ્‍ય મહેમાન તરીકે મેયર ડો. પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી  તેમજ અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રવીણ સેગલીયા, યુવા ભાજપ અગ્રણી શૈલેષ ડાંગર, યુવા ભાજપ અગ્રણી વૈભવ બોરીચા ઉપસ્‍થિત રહેલ. મેયરે તમામને આઝાદીના ૭૫ માં વર્ષની ઉજવણીમાં સહભાગી થવા આહવાન કરેલ. તેમજ કાઠીયાવાડી કસુંબોના માલીક માધવભાઇ ગમારા દ્વારા ચલાવવામાં આવતી મુહીમ કે રસ્‍તા પર પડેલા અને ક્ષતિગ્રસ્‍ત ધ્‍વજને માન પૂર્વક અહીં લાવી જમા કરાવનારને ફ્રી ચા પીવડાવવાની નવતર રીતને સરાહનીય ગણાવી હતી. આવો કાર્યક્રમ કાઠીયાવાડી કસુંબોની રીલાયન્‍સ મોલ, બીજા માળે, ક્રિસ્‍ટલ મોલ, ડી માર્ટની બાજુમાં તેમજ રેસકોર્ષ રીંગરોડ બીગબાઇટની બાજુમાં પણ યોજવામાં આવ્‍યો હતો. ત્‍યાં પણ આવી ઓફર મુકવામાં આવી હતી. તસ્‍વીરમાં ઓફરના લાભાર્થીઓ ‘ચા' ની ચુસ્‍કી માણતા નજરે પડે છે.

(3:43 pm IST)