Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

માંડાડુંગર મકાનમાંથી દારૃ-બીયરના જથ્થા સાથે અમીત પકડાયો

આજી ડેમ પોલીસનો દરોડો : દારૃની ૪૮ બોટલ અને ૫૦ બીયરના ટીન કબ્જે

રાજકોટ તા. ૧૨ : માંડાડુંગર ભીમરાવનગરમાં આજી ડેમ પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી દારૃ - બીયરના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભીમરાવનગરમાં એક મકાનમાં દારૃ - બીયરનો જથ્થો પડયો હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ જે.કે.ગઢવી તથા કોન્સ. જગદીશસિંહ પરમાર સહિતના સ્ટાફે ભીમરાવનગર શેરી નં. ૧૯માં એક બંધ મકાનમાં દરોડો પાડી મકાનમાં તલાશી લેતા માળીયા પર સંતાડેલ રૃા. ૨૪૦૦૦ની કિંમતની ૪૮ બોટલ તથા રૃા. ૫૦૦૦ના બીયરના ૫૦ ટીન મળી આવતા મકાન માલીક અમીત નાગજીભાઇ મકવાણા (ઉ.૨૧)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)