Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

દિલ..દિલ.. મે તીરંગા હૈ

આપણે ૭૫મું આઝાદીનું પર્વ ઊજવી રહયા છીએ ત્‍યારે.. હર ઘર ઘર પે તીરંગા તો છે જ.. પણ હર દિલ..દિલ મે તીરંગા હોના ચાહીએ. આપણા પ્રત્‍યેક નાગરીકના વિચારમાં હરહંમેશ ભારત માતાનું મસ્‍ત ઊચું રહે. તેવા ઊચ્‍ચ વિચારો.. આપણું રાષ્‍ટ્ર વિશ્વમાં કેમ પ્રગતિ કરે ભારતનું નામ વિશ્વમાં કેમ રોશન થાય તેવી દરેક માનવીના દિલમાં તમન્ના જાગવી જોઇએ.

આપણું ભારત રાષ્‍ટ્ર અલગ-અલગ રાજયોમાં વહેચાયેલું છે. અલગ-અલગ ભાષા, અલગ-અલગ ધર્મોના સંગઠોનોથી જોડાયેલું છે. તે દરેક રાજયો સંગઠીત થાય, દરેક ધર્મોની વિચારધારા સંગઠીત થઇ એક બને અને અખંડ ભારતનું સૌ સાથે મળીને નિર્માણ કરીએ.. ભારતનું સમગ્ર વિશ્વમાં નામ રોશન કરીએ.. તેજ આપણો દરેક નાગરીકનો ૭૫મો આઝાદીનો અમૃત મહોત્‍સવ

આપણે રાષ્‍ટ્રના તિરંગાનું માન-સન્‍માન જાળવીને આપણે ૭૫માં આઝાદીના પાવન પર્વને ઉત્‍સવ બનાવી..દિલ..દિલ..પે તિરંગા હૈનું સ્‍વપ્ન સાકાર કરીએ ને સૌ સાથે મળી ‘‘અખંડ ભારત''નું નિર્માણ કરીએ એજ આઝાદીનો સાચો અમૃત મહોત્‍સવ (૪૦.૫)

પ્રકાશ જયંતિલાલ કલ્‍યાણી

મો. ૯૪૨૭૫ ૬૫૬૩૫

(3:41 pm IST)